તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સુરતમાં હોપપુલ પરથી મહિલાની તાપી નદીમાં છલાંગ, બચાવવા કૂદી પડેલા યુવકે કહ્યું- ખૂબ જ દુઃખ થાય છે કે એને બચાવી ન શક્યો

સુરત22 દિવસ પહેલા
ઘટના સ્થળે પરિવારનું આક્રંદ.
  • એક મહિલા તાપી નદીમાં કૂદે તે પહેલાં જ બચાવી લેવામાં આવી
  • કોઈક સાથે ફોન પર વાત કરીને મહિલા તાપી નદીમાં કૂદી પડી

સુરતમાં ચોક બજાર હોપ પુલ પરથી ઉપરા ઉપરી એક મહિલાએ તાપી નદીમાં છલાંગ મારતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે બીજી યુવતી તાપી નદીમાં કૂદે તે પહેલાં જ બચાવી લીધી હતી. ભરબપોરે બનેલી આ ઘટનાને લઈ લોકોના ટોળા પુલ ઉપર ભેગા થઈ ગયા હતા. બચાવવા તાપી નદીમાં કૂદી પડેલા યુવકે કહ્યું હતું કે, ખૂબ જ દુઃખ થાય છે કે હું એને બચાવી ન શક્યો.

તાપી નદીમાં કૂદી જનાર મહિલા વહેણમાં તણાઈ ગઈ.
તાપી નદીમાં કૂદી જનાર મહિલા વહેણમાં તણાઈ ગઈ.

મહિલા નદીના પાણીના વહેણમાં તણાઈ ગઈ
લોકોએ ઘટનાની જાણ ફાયરને કરતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક હોપ પુલ પર દોડી આવ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે એક મહિલાને તો બચાવી લેવાઈ છે. જોકે બીજી મહિલા નદીના પાણીના વહેણમાં તણાઈ ગઈ હોવાનું પ્રાથમિક કહી શકાય છે જેની શોધખોળ હાથ ધરાઈ છે. દરમિયાન મહિલાનો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આક્રંદ કરતા વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.

મહિલાને બચાવવા તાપી નદીમાં કૂદી જનાર યુવક.
મહિલાને બચાવવા તાપી નદીમાં કૂદી જનાર યુવક.

મહિલા બચાવવા કૂદેલા યુવકને પાણીમાં ખેંચી રહી હતી
આદિલ શેખ (ફસ્ટ પર્સન) એ જણાવ્યું હતું કે બે મહિલાઓ બ્રીજ ઉપર ચઢી હતી. ત્યારબાદ કોઈક સાથે ફોન પર વાત કરીને એક તાપી નદીમાં કૂદી પડી અમે તાત્કાલિક બચાવવા દોડી ગયા હતા અને નદીમાં કૂદીને છોકરીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ મને પાણીમાં ખેંચી રહી હતી એટલે હું એને છોડી કિનારે આવવા મજબૂર બન્યો હતો. ખૂબ જ દુઃખ થાય છે કે હું એને બચાવી ન શક્યો.

ઘટનાની જાણ થતા લોકો એકઠાં થયા.
ઘટનાની જાણ થતા લોકો એકઠાં થયા.

બે ફાયર સ્ટેશનની ટીમ દ્વારા તાપી નદીમાં શોધખોળ
ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, 12.30 કલાક આસપાસ ફાયર સ્ટેશનમાં કોલ આવ્યો હતો કે, એક મહિલાએ હોપ પુલ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી છે. ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મહિલાનું નામ પુષ્પાબેન વાઘ હોવાનું જાણવા મળ્યું હતું. એક યુવકે તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, બચાવવામાં સફળ થયો ન હતો. હાલ બે ફાયર સ્ટેશનની ટીમ તાપી નદીમાં શોધખોળ કરી રહી છે.

ફાયર વિભાગે મહિલાની શોધખોળ હાથ ધરી.
ફાયર વિભાગે મહિલાની શોધખોળ હાથ ધરી.