• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Interior Designer Into A Love Trap By Claiming To Be A Bachelor, Committing Mischief In A Hotel And Made Her Pregnant In Surat

પરિણીત પ્રેમીએ પોત પ્રકાશ્યું:સુરતમાં કુંવારો હોવાનું કહીને ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી, ગર્ભપાત કરાવી તરછોડી દીધી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાં નોકરી કરતા યુવકે યુવતીને ક્રેડીટ કાર્ડ અપાવવાના બહાને ફોન અને મેસેજ કરી પ્રેમજાળમાં ફસાવી હતી
  • આત્મહત્યા કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી થયેલી યુવતીનો ગર્ભપાત કરાવી તરછોડી

સુરતમાં ડુમસની હોટલમાં ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર બેંકમાં નોકરી કરતા પરિણીત યુવક સામે પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એક દીકરીના પિતાએ યુવતીને ક્રેડીટ કાર્ડ અપાવવાના બહાને ફોન અને મેસેજ કરી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. અવાર નવાર આત્મહત્યા કરી લેવાની ધમકી આપી યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવવા ગોળીઓ પણ ખવડાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તરછોડાયેલી યુવતીએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

ક્રેડિટ કાર્ડના બહાને ફોન અને મેસેજ કરી વાતો કરતો હતો
પાંડેસરા વિસ્તારમાં રહેતી રસમી ઉ.વ. 26 (નામ બદલેલ છે) ઈન્ટીરિયર ડિઝાઈનરનું કામ કરે છે. રસમી દોઢેક વર્ષ પહેલાં બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી હેમચંદ્ર રતનલાલ દાયમા (ઉ.વ. 29 ૨હે, રામનગર વેલકમ પાન દુકાનની પાછળ ઉધના)એ ક્રેડિટ કાર્ડના બહાને ફોન કર્યો હતો. ત્યારબાદ અવાર નવાર રસમી સાથે ફોન ઉપર અને મેસેજ ઉપર વાતો કરતો હતો.

પરિણીત હોવા છતાં કુંવારો હોવાનું યુવતીને કહ્યું હતું
હેમચંદ્ર પોતે પરિણીત અને એક દીકરીનો પિતા હોવા છતાંયે રસમીને કુંવારો હોવાનું કહી વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આત્મહત્યા કરવાની ધમકીઓ તેમજ લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર ડુમસમાં આવેલ મીરા હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરીક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી.

ગર્ભપાત થઈ ગયા બાદ લગ્ન ન કરી યુવતીને તરછોડી
પોતે ગર્ભવતી હોવાનું કહેતા જ હેમચંદ્રએ ગર્ભપાત કરાવવા માટે મેડીકલ સ્ટોરમાંથી ગોળી લાવી બળજબરીપૂર્વક પીવડાવી દીધી હતી. ગર્ભપાત થઈ ગયા બાદ લગ્ન નહી કરી તરછોડી દેતા રસમીએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવવા મજબૂર બની હતી. પોલીસે રસમીની ફરિયાદ લઈ આરોપી હેમચંદ્ર સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.