તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ચીફ ઓડિટર સહિતના પદ માટે14 સપ્ટે.એ ઇન્ટરવ્યુ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ખડી સમિતિની બેઠકમાં નિર્ણય

મહાનગર પાલિકાની નવી ટર્મ માં ખડી સમિતિની શનિવારે પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં મહાનગર પાલિકામાં ખાલી પડેલી મહત્વપૂર્ણ જગ્યામાં ચીફ ઓડીટર, એડીશનલ સિટી ઈજનેર, કાર્યપાલક ઇજનેર, આસી.કમિશનર ની જગ્યાઓ માટે આગામી તા.14 સપ્ટેમ્બરના દિવસ મંગળવારે માન્ય આ તમામ 66 ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બોલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉમેદવારો સંખ્યા વધુ હોવાથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા સવારે 9 કલાકથી જ શરૂ કરી એક જ દિવસમાં પૂર્ણ કરવાની ગણતરી કરાઇ છે. પાલિકા કમિશનર સંકલનની બેઠકમાં હોવાથી ખડી સમિતિની બેઠકમાં હાજર રહ્યા ન હતા.

પાલિકાના કયા ક્યા ઉમેદવારો મેદાનમાં

  • ચીફ ઓડિટરની એક જગ્યા માટે 47 ઉમેદવારોમાં પાલિકાના પીનાઝ સુરતી અને બિપિન મોદી છે.
  • એડીશનલ સિટી ઈજનેરની 1 જગ્યા માટે ઉમેદવારોમાં ધર્મેશ ભગવાકર, રાજેશ જરીવાલાને અને ખાલી પડનાર 1 જગ્યા માટે અક્ષય પંડ્યા, દેબાસીષ બસાક છે.
  • કાર્યપાલક ઈજનેરની 1 જગ્યા માટે તેમજ ખાલી પડનાર કુલ–4 જગ્યાઓ માટે વિપુલ ગણેશવાલા, ગીરીશ ચાપાનેરિયા, સુભાષ ગોહિલ, સંજય પંચાલ, સુજલ પ્રજાપતિ,રાકેશ મોદી, કેતન દેસાઇ, મુત્સદ્દીક શેખ સહિત પાલિકાના 13 ઉમેદવાર મેદાનમાં છે.
અન્ય સમાચારો પણ છે...