તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર ચોરીનો પર્દાફાશ:​​​​​​​સુરતમાં ઉંચા ભાડા પર લઈને 264 કાર બારોબાર વેચી મારવાનું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું, 200 કાર રિક્વર કરાઈ

​​​​​​​સુરતએક મહિનો પહેલા
પોલીસે બારોબાર વેચી દેવાયેલી અને ગીરવે રખાયેલી 200 જેટલી કાર કબ્જે કરી છે.
  • મહિને 20થી લઈને 50 હજાર સુધીનું ભાડું આપવાની લાલચ અપાતી હતી

સુરત ટી.જી.સોલાર નામની બનાવટી કંપનીના નામે ભાડા ઉપર ફોર વ્હિલર કાર ઉંચા ભાવે મૂકી આપવાની લાલચ આપી 264 ફોર વ્હિલ કારને બારોબાર વેચાણ કે ગીરવે મૂકનાર ઠગ ટોળકીના રેકેટનો ઈકોનોમીક સેલ કાઇમ બ્રાન્ચ એસ.ઓ.જી. સુરતએ પર્દાફાશ કરી ફૂલ-200 ગાડીઓ રિક્વર કરી છે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરને મળેલ ફરિયાદને આધારે પોલીસે ગુપ્ત ઓપરેશન કરી કેતુલ પરમાર નામના ઇસમને ઝડપી પાડ્યા બાદ કાર ભાડે લગાવી આપવાનું કહી કરાતી ઠગાઈનું મસમોટું રેકેટ ઉઘાડું પાડવામા મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત-મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી પોલીસે 200 કાર કબ્જે લઈ જેતે વાહન માલિકોને પરત આપવાની કામગીરી શરૂ કરી છે.

આરોપીઓએ લોકોને મહિનાનું 50 હજાર સુધીનું ભાડું આપવાની લાલચ આપતા હતાં.
આરોપીઓએ લોકોને મહિનાનું 50 હજાર સુધીનું ભાડું આપવાની લાલચ આપતા હતાં.

ઉંચા ભાડાની લાલચ અપાતી હતી
પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલો કેતુલ પરમાર સુરતનો રહેવાસી છે. ભરૂચના ઝઘડીયા ખાતે આવેલ ટી.જી. સોલાર નામની કંપનીમાં ભાડેથી ફોર વ્હિલ કાર રાખવાનો કોન્ટ્રાકટ મળ્યો હોવાનું કહી લોકોને માસીક રૂ.20 થી 50 હજારના ઉંચુ ભાડુ આપવાની લોભામણી વાતો કરી ઠગાઈ કરતો હતો. ડિસ્મેબર-2020 થી એપ્રિલ/2021 સુધીના ટૂંકા સમયગાળા દરમ્યાન સુરત, નવસારી તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની કુલ્લે-264 અલગ અલગ ફોર વ્હિલર કારો મેળવી તે કારોના માલીકોને શરૂઆતમાં એક-બે મહિનાના ભાડા ચૂકવ્યાં પણ હતાં. ત્યારબાદ કાર માલિકોને અંધારામાં રાખી તેમની જાણ બહાર તેમના વાહનો પૈકી અમુક વાહનોને ખોટી સહીઓ કરી બારોબાર વેચી તથા અમુક વાહનોને બીજે ગીરવે મુકી તેમની કામરેજ ટર્નીંગ પોઇન્ટ કોમપ્લેક્ષમાં આવેલી ઓફીસ બંધ કરી નાસી ગયો હતો.

અલગ અલગ કંપનીની કાર લોકો પાસેથી મેળવીને વેચી દેવાતી હતી.
અલગ અલગ કંપનીની કાર લોકો પાસેથી મેળવીને વેચી દેવાતી હતી.

સર્વેલન્સના આધારે તપાસ કરી
ઠગ ટોળકીનો ભોગ બનેલા કાર માલીકો સામાન્ય મધ્યમ વર્ગના લોકો હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ઘણા લોકોએ પોતાની જીવન ભરની બચત કરેલી મુડીથી આ વાહનો ખરીદી કરી કોરોના મહામારીના સમયગાળામાં બીજા કામધંધા બંધ હોય જેથી વાહનોના ભાડાથી પોતાના પરીવારના સભ્યોનુ જીવન નિર્વાહ ચલાવવાનું આયોજન કર્યું હતું.ઈકોનોમીક સેલના અધિકારીઓએ ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક એસ.ઓ.જી. ની અલગ અલગ ટીમો બનાવી હતી. એટલું જ નહીં પણ આરોઈને ઝડપી પાડવા હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી.

પોલીસે ટીમ બનાવીને કારનો કબ્જો મેળવી આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
પોલીસે ટીમ બનાવીને કારનો કબ્જો મેળવી આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

આયોજનપૂર્વક ઠગાઈ કરી
તપાસ દરમ્યાન ટી.જી.સોલાર પ્રા.લી.નામની કોઈ કંપની ઝઘડીયા ખાતે આવી ન હોવાનું અને આરોપી બોટાદમાં હોવાની વાસ્તવિકતા બહાર આવતા સુરત પોલીસે બોટાદ પોલીસની.મદદ લઇ આરોપી કેતુલ પ્રવીણભાઈ પરમાર (રહે. મકાન નં ૩૫ શુભમ રો હાઉસ લસકાણા ગામ કામરેજ જિ. સુરત મૂળ રહે. મેગાળ તા વડગામ જિ. બનાસકાંઠા) ને ઝડપી પાડયો હતો. આરોપી કેતુલનો સુરત પોલીસે કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે તથા સદરહુ ગુન્હના વોન્ટેડ આરોપીઓ સાથે મળી ષડયંત્ર રચી પોતાની કામરેજ ટર્નીંગ પોઇન્ટ કોમ્પલેક્ષની ઓફિસમાં ગાડી માલીકોને ટી.જી.સોલાર પ્રા.લી કંપની જે ઝઘડીયા જિ.ભરૂચ ખાતે આવેલી હોવાનું કહી અને પોતાને કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનુ જણાવી ગાડી માલીકોને માસીક ઉંચા ભાડાની લાલચ આપી ભાડા કરાર બનાવી આયોજન પૂર્વક ઠગાઈ કરી હતી.

પોલીસ કમિશનર અજયકુમારે આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે જાણકારી આપી હતી.
પોલીસ કમિશનર અજયકુમારે આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે જાણકારી આપી હતી.

આંતરરાજ્ય રેકેટ ચાલતું હતુ
સુરત પોલીસ કમિશનરની આગેવાની હેઠળ ઈકોનોમીક સેલ તથા એસ.ઓ.જી.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી તે ટીમોને ગુજરાતના બોટાદ, ભાવનગર, ધોળકા, ધંધુકા, ઘોઘા, રાજકોટ, જામનગર, અમદાવાદ રૂરલ વિસ્તાર, કામરેજ તથા સુરત રૂરલ તેમજ બારડોલી તથા મહારાષ્ટ્રના નંદુરબાર, જલાંવ, નવાપુર વિગેરે વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મોક્લી આરોપીઓએ કુલ્લે 264 ગાડીઓ વેચાણ કરેલ તે પૈકી ફોર વ્હીલર ગાડી કુલ નંગ-200 જેની કિંમત 4,50,00,000 (સાડા ચાર કરોડ) ની કબ્જે કરી ગાડી માલીકોને તેમના વાહનો પરત અપાવવાની કાર્યવાહી ચાલુ કરી છે.

કાર ગિરવે મૂકતા હતા, કેટલીક કાર વેચી દીધી હતી
કેટલીક ગાડીના માલિકોએ તો ઓરિજનલ ગાડીના કાગળો પણ ઠગને આપી દીધા હતા. જેના કારણે લેભાગુ એજન્ટ કેતુલ પરમારે તેના સાગરિતો સાથે 3 ગાડીઓ પૈકી રાજકોટ, જામનગર અને સોનગઢમાં ટીટીઓ ફોર્મમાં માલિકોની બોગસ સહી વેચી મારી હતી. હજુ આ કેસમાં સૂત્રધારોમાં કાળુ ગગજી ભરવાડ અને ગોપાલ જોગરાણા ભાગતા ફરે છે. કેતુલ ગાડી લઈ આ બન્ને ચીટરોને આપી દેતો હતો. બન્ને ચીટરો તેના એજન્ટો મારફતે ગીરવે મુકી લાખો-કરોડોની રકમ લાવી વહેંચી લેતા હતા.