માગ:સુરતમાં તોડાયેલા રામદેવપીરના મંદિરની જગ્યા ન ફાળવાતા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદને આમરણાંત ઉપવાસની ચીમકી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મંદિરની જગ્યા માટે માગ કરાઈ છે. - Divya Bhaskar
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મંદિરની જગ્યા માટે માગ કરાઈ છે.
  • આવતીકાલથી વરાછા ઝોન ખાતે અનશન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારાઈ

થોડા દિવસ અગાઉ કાપોદ્રામાં ટ્રાફિકમાં અડચણરૂપ થતું હોવાનું કહીને કોર્પોરેશન દ્વારા રામદેવપીરનું મંદિરનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો દ્વારા આ બાબતને લઈને રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ અને મનપાના સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મૌખિક રીતે રામદેવપીરમંદિર બનાવવાની જગ્યા આપવામાં આવશે એ પ્રકારની વાત કરી હોવાનું આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું. જોકે તે બાબતે કોઈપણ કામગીરી ન થતાં આવતીકાલથી વરાછા ઝોન ખાતે અનશન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હૈયાધારણા આપનાર નેતાઓ હજી સુધી તે દિશામાં કોઈ પણ કામગીરી ન કરતાં ચીમકી
હૈયાધારણા આપનાર નેતાઓ હજી સુધી તે દિશામાં કોઈ પણ કામગીરી ન કરતાં ચીમકી

બીજના દિવસે મંદિર તોડાયેલું
કાપોદ્રા વિસ્તારમાં લાખોની સંખ્યામાં રામદેવપીરના અનુયાયીઓ છે. બીજના પવિત્ર દિવસે જ રામદેવપીરનું મંદિર તોડી પાડવામાં આવતા લાખોની સંખ્યામાં ભક્તો રોષે ભરાયા હતા. કોર્પોરેશનની કામગીરી ની ભારે ટીકા તેમના દ્વારા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર પુનઃ બનાવી આપવા અને જમીન ફાળવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી સ્ટેન્ડીંગ કમિટી દ્વારા રામદેવપીરના મંદિર માટે જમીન ફાળવવાના મુદ્દે કોઈ નિર્ણય ન લેવાતા આખરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યો છે.

મેયર સહિતના અધિકારી અને પદાધિકારીને પત્ર લખાયો છે.
મેયર સહિતના અધિકારી અને પદાધિકારીને પત્ર લખાયો છે.

અનશન કરાશે
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેર ના અધ્યક્ષ દિનેશ અણઘણ જણાવ્યું કે રામદેવપીરનું મંદિર ધરાશાયી કર્યા બાદ તેના માટે જમીન ફાળવવાની હૈયાધારણા આપનાર નેતાઓ હજી સુધી તે દિશામાં કોઈ પણ કામગીરી ન કરતાં આખરે અમારે અનશન પર ઉતરવાનો નિર્ણય કરવો પડ્યો છે. જો અમારી માંગ પૂરી ન થાય તો 22 તારીખ એટલે કે આવતી કાલથી વરાછા ઝોન ખાતે આમરણાંત અનશન નો કાર્યક્રમ શરૂ થશે. જેમાં હું પોતે અનશન કરવાનો છું. કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર વગર અને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તેવી રીતે અને મંડપ નાખીને અને અનશનની શરૂઆત કરવામાં આવશે. મંદિર માટે જમીન ફાળવણી જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી અનશન કરવામાં આવશે.