ડિફોલ્ટ:સુરતની સંઘવી એક્સપોર્ટ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 16.72 કરોડની લોન એડવાન્સિસમાં ડિફોલ્ટ કર્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત સ્થિત અગ્રણી ડાયમંડ કંપની સંઘવી એક્સપોર્ટ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડે. - Divya Bhaskar
સુરત સ્થિત અગ્રણી ડાયમંડ કંપની સંઘવી એક્સપોર્ટ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડે.
  • બેન્કો દ્વારા મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલી રહી હતી

સુરત સ્થિત અગ્રણી ડાયમંડ કંપની સંઘવી એક્સપોર્ટ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડે જાહેર ક્ષેત્રની દિગ્ગજ, ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી રૂ. 16.72 કરોડની લોન એડવાન્સિસમાં ડિફોલ્ટ કર્યું છે. સુરતના ડાયમંડ ઉધોગમાં ચર્ચાઓ શરૂ થઈ છે. એક સમયની જાણીતી સંઘવી એક્સપોર્ટ ડિફોલ્ટ થતા ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે.

IDBI બેન્કે તેના બાકી લેણાંની વસૂલાત માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી
ઘણા વર્ષોથી સંઘવી એક્સપોર્ટ પોતાનો દેવું ન ચૂકવ્યા હોવાને કારણે બેન્કો દ્વારા તેમની મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલી રહી હતી.IDBI બેંકે જણાવ્યું હતું કે સંઘવી એક્સપોર્ટ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ પાસે કુલ રૂ. 16.72 કરોડની મુદ્દલ બાકી છે અને ખાતું સંપૂર્ણ રીતે પૂરું પાડવામાં આવ્યું છે. IDBI બેન્કે તેના બાકી લેણાંની વસૂલાત માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

ડિફોલ્ટર સંઘવી ડાયમંડ ગ્રૂપની માલિકીની 27 મિલકતો જપ્ત કરી હતી
અગાઉ 2018માં અન્ય બેંક દ્વારા એક્સપોર્ટ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના પ્લોટ, ઓફિસો, ફ્લેટ અને બંગલા સહિત ડિફોલ્ટર સંઘવી ડાયમંડ ગ્રૂપની માલિકીની 27 મિલકતો જપ્ત કરી હતી. બેંક ઓફ ઈન્ડિયા ની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમે 468 કરોડ રૂપિયાની લોનની વસૂલાત માટે સંઘવીની મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બોર્સ (BDB) ખાતે આવેલી ઓફિસનો કબજો લીધો હતો. સંઘવી એક્સપોર્ટ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડની માલિકી ત્રણ ભાઈઓ ચંદ્રકાંત સંઘવી, કીર્તિ સંઘવી અને રમેશ સંઘવીની છે.