સારો પ્રતિસાદ:સુરતથી શારજાહની ઈન્ટરનેશનલ ફ્લાઈ્ટને દિવાળીની રજાઓ ફળી, 3 ટ્રીપમાં બેઠકના 95 ટકા જેટલા મુસાફરોએ લાભ લીધો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત એરપોર્ટ પર દિવસે દિવસે મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સુરત એરપોર્ટ પર દિવસે દિવસે મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.(ફાઈલ તસવીર)
  • ગુરૂવારે શારજાહથી 163 પેસેન્જર સુરત આવ્યા હતા અને સુરતથી 146 પેસેન્જર શારજાહ ગયા

શારજાહથી સુરતની એર ઇન્ડિયા એક્સપ્રેસની સપ્તાહમાં 2 દિવસની ઇન્ટરનેશનલ ફ્લાઇટને દિવાળી વેકશનમાં સજ્જડ પ્રતિસાદ મળ્યો છે. છેલ્લી 3 ટ્રીપમાં ફ્લાઇટ 90 થી 95 ટકા પેક ગઇ છે. ગુરૂવારે શારજાહથી 163 પેસેન્જર સુરત આવ્યા હતા અને સુરતથી 146 પેસેન્જર શારજાહ ગયા હતા. એટલે કે, એક જ દિવસમાં 309 પેસેન્જર એરલાઇન્સને મળ્યા હતા. એવી જ રીતે સોમવારે શારજાહથી 144 પેસેન્જર આવ્યા હતા, અને 171 પેસેન્જર સુરતથી ગયા હતા. સોમવારે કુલ 315 પેસેન્જર મળ્યા હતા.

ચેન્નાઇથી સુરતની 2 ફ્લાઇટ ચાલશે
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા 2 ડિસેમ્બરથી સુરતને ચેન્નાઇ સાથે જોડતી સપ્તાહમાં 4 દિવસની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. મંગળવાર અને ગુરૂવારે તથા શનિવાર અને રવિવારે આ ફ્લાઇટ ચેન્નાઇથી સુરત 13:30 કલાકે આવશે અને 14:00 ક્લાકે ચેન્નાઇ જવા રવાના થશે. રવિવારે ચેન્નાઇથી સુરતની 2 ફ્લાઇટ જુદી ચાલશે.

બેંગ્લોર સુરતની સપ્તાહમાં 6 દિવસ
રવિવારે 15:45 કલાકે ફ્લાઇટ આવશે અને 16:15 ક્લાકે ફ્લાઇટ જશે. એવી જ રીતે ઇન્ડિગો એરલાઇન્સની 6 ડિસેમ્બરથી બેંગ્લોર સુરતની સપ્તાહમાં 6 દિવસની ફ્લાઇટ જાહેર કરી હતી. તે ફ્લાઇટને હવે ડેઇલી ચલાવવાની જાહેરાત કરી છે.