આંતરિક બદલી:સુરત આવકવેરામાં 100થી વધુ અધિકારીઓની આંતરિક બદલી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પહેલા આઈટીમાં બદલીનો દોર

આવકવેરા વિભાગમાં દિવાળી પહેલાં બદલીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ફેસલેસ એસેસમેન્ટ અને અપીલની સિસ્ટમ અમલી બન્યા બાદ આ કામગીરીને ધ્યાનમાં રાખીને જ હાલ બદલીઓ કરાઈ રહી છે, જેમાં સુરતમાં 100થી વધુ અધિકારીઓની આંતરિક બદલીઓ થઈ છે. જેમાં એડિ.કમિશનર, આ.કમિશનર અને આઇટીઓનો સમાવેશ થાય છે. ઇન્વેસ્ટિગેશન વિંગનો હવાલો કોની પાસે રહેશે એ હજી નક્કી થયું નથી. સરવે અને સર્ચ કરવાની કામગીરી હાલ માત્ર વિંગના ખભા પર છે આથી વિંગમાં આવવા માટે પણ ભારે લોબિંગ થઈ રહ્યુ હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...