તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:​​​​​​​સુરતના કોંગ્રેસે ટિકિટો આપતાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો, કાર્યકરોએ વોર્ડ નંબર 17ના ઉમેદવાર સામે નારેબાજી કરી

​​​​​​​સુરત4 મહિનો પહેલા
કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલય સામે વિરોધ કરીને નારેબાજી કરી હતી. - Divya Bhaskar
કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલય સામે વિરોધ કરીને નારેબાજી કરી હતી.
  • ધીરૂ લાઠિયાને ટિકિટ અપાતા કાર્યકરો દ્વારા વિરોધ કરાયો

મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સોમવારે ટિકિટો ફાળવવામાં આવી હોય છે. જેમાં સુરતના વોર્ડ નંબર 17માં ધીરૂભાઈ લાઠિયાને ટિકિટ આપવામાં આવી છે. જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યાલય ખાતે નારેબાજી કરવામાં આવી હોય છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો હોય છે. પોતાના વિરોધ અંગે સ્પષ્ટતા કરતાં ઉમેદવારા ધીરૂભાઈએ કહ્યું કે, આ ઘરનો મામલો છે. અમે કોઈની નારાજગી હશે તો તેને ભેગા બેસીને દૂર કરીને સાથે જ પ્રચાર કરીશું.

ઉમેદવાર ધીરૂભાઈ દ્વારા સમગ્ર વિરોધને સામાન્ય ગણાવીને સમજાવટથી કામ લેવાની વાત કરી હતી.
ઉમેદવાર ધીરૂભાઈ દ્વારા સમગ્ર વિરોધને સામાન્ય ગણાવીને સમજાવટથી કામ લેવાની વાત કરી હતી.

કાર્યકરોનો વિરોધ
કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારના નામ જાહેર થતાની સાથે જ કાર્યાલય પર પહોંચી જઈને વિરોધ કર્યો હતો.

કાર્યકરોએ નારેબાજી કરતાં કહ્યું કે, ધીરૂભાઈ લાઠિયા અમારે નહીં ચાલે..તેમને બદલો નહીતર પાર્ટીએ ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. કાર્યકરો દ્વારા વિરોધ કરવાની સાથે સાથે ઉમેદવાર બદલવાની પણ માંગ કરી હતી.

કાર્યકરોએ કહ્યું કે, ઉમેદવાર નહી બદલાય તો ગંભીર પરિણામ પક્ષને જોવાનું રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
કાર્યકરોએ કહ્યું કે, ઉમેદવાર નહી બદલાય તો ગંભીર પરિણામ પક્ષને જોવાનું રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અમે સાથે મળીને અસંતોષ દૂર કરીશું-લાઠિયા
કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઈ લાઠિયાએ કહ્યું કે, આ ઘરનો વિવાદ છે. અમારો આંતરિક મામલો છે. કોઈ કાર્યકરોમાં જો નારાજગી હશે તો તેનું સમાધાન કરીશું. કોઈને અસંતોષ હશે તો તે દૂર કરવામાં આવશે. આગામી સમયમાં અમે બધાને સાથે રાખીને તેમના પ્રશ્નો દૂર કરીશું અને સાથે મળીને પ્રચાર પણ કરીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો