તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સોમવારે ટિકિટો ફાળવવામાં આવી હોય છે. જેમાં સુરતના વોર્ડ નંબર 17માં ધીરૂભાઈ લાઠિયાને ટિકિટ આપવામાં આવી છે. જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યાલય ખાતે નારેબાજી કરવામાં આવી હોય છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો હોય છે. પોતાના વિરોધ અંગે સ્પષ્ટતા કરતાં ઉમેદવારા ધીરૂભાઈએ કહ્યું કે, આ ઘરનો મામલો છે. અમે કોઈની નારાજગી હશે તો તેને ભેગા બેસીને દૂર કરીને સાથે જ પ્રચાર કરીશું.
કાર્યકરોનો વિરોધ
કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારના નામ જાહેર થતાની સાથે જ કાર્યાલય પર પહોંચી જઈને વિરોધ કર્યો હતો.
કાર્યકરોએ નારેબાજી કરતાં કહ્યું કે, ધીરૂભાઈ લાઠિયા અમારે નહીં ચાલે..તેમને બદલો નહીતર પાર્ટીએ ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. કાર્યકરો દ્વારા વિરોધ કરવાની સાથે સાથે ઉમેદવાર બદલવાની પણ માંગ કરી હતી.
અમે સાથે મળીને અસંતોષ દૂર કરીશું-લાઠિયા
કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઈ લાઠિયાએ કહ્યું કે, આ ઘરનો વિવાદ છે. અમારો આંતરિક મામલો છે. કોઈ કાર્યકરોમાં જો નારાજગી હશે તો તેનું સમાધાન કરીશું. કોઈને અસંતોષ હશે તો તે દૂર કરવામાં આવશે. આગામી સમયમાં અમે બધાને સાથે રાખીને તેમના પ્રશ્નો દૂર કરીશું અને સાથે મળીને પ્રચાર પણ કરીશું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.