સુરતના ક્રાઈમ ન્યૂઝ:BMW કારમાં આવતા ઇન્સ્ટા ફ્રેન્ડે મહિલા ડોક્ટર પાસે રૂ.3.20 લાખ પડાવ્યા, લક્ઝરી બસમાં ચોરખાના બનાવી હેરાફેરીનો પર્દાફાશ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કતારગામ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
કતારગામ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • હજીરાની કંપનીની રીસેપ્શનીસ્ટે લોનની લાલચમાં રૂ.12,500 ગુમાવ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટર સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી પોતાની ઓળખ મોટા બિલ્ડર તરીકે આપી યુવાને બેન્ક એકાઉન્ટમાં બ્લેકના રૂ.6 કરોડ હોય એકાઉન્ટ સીઝ કરાતા મજૂરોને પૈસા ચૂકવવા ઓનલાઈન અને BMW કારમાં રૂબરૂ મળવા આવી કુલ રૂ.3.20 લાખ પૈસા લીધા બાદ મહિલા ડોકટરે પૈસા પરત માંગતા તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધી હતી.બીજા બનાવમાં હજીરાની કંપનીની રીસેપ્શનીસ્ટે લોનની લાલચમાં રૂ.12,500 ગુમાવ્યા હતાં. જ્યારે ડિંડોલીમાં ટ્રાવેલ્સનું કામ કરતા યુવાનના ખુલ્લા ઘરમાંથી રોકડા રૂ.3.50 લાખ અને જુના દાગીના મળી કુલ રૂ.4.06 લાખની ચોરી થઈ છે.

ડોક્ટર સાથે છેતરપિંડી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ આંબાતલાવડી મોહનદીપ સોસાયટી ઘર નં.212 માં રહેતી 22 વર્ષીય ફિઝીયોથેરાપી ડોક્ટર મીરા ધીરુભાઈ રફાળીયાને પાંચ મહિના પહેલા તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અક્ષર નામના યુવાનની ફ્રેન્ડ રીકવેસ્ટ મળી હતી. મીરાએ તે સ્વીકારતા બંને વચ્ચે વાત થતી હતી. તે સમયે અક્ષરે પોતાની ઓળખ મૂળ આણંદના અને સુરતમાં શ્રીનિવાસ સોસાયટીમાં રહેતા બિલ્ડર અક્ષર પટેલ તરીકે આપી જણાવ્યું હતું કે તેની માતા ગવર્મેન્ટ ઓફિસર હોય તે મોટાપાયે કન્સટ્રક્શનનું કામ કરે છે.અક્ષરે મીરાને બાંધકામનું કંઈ પણ કામ હોય તો કહેજો તેમ કહેતા મીરાએ જયારે ક્લીનીક બનાવવાની હશે ત્યારે કહીશ તેમ કહ્યું હતું. બાઈલ નંબર પર 27 એપ્રિલથી 9 જૂન દરમિયાન ટુકડે ટુકડે રૂ.2.41 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. તે સમયગાળામાં અક્ષર મીરાને કતારગામ વિસ્તારમાં અલગ અલગ સ્થળે તેની BMW કારમાં રૂબરૂ મળવા આવ્યો ત્યારે ટુકડે ટુકડે રૂ.80 હજાર પણ આપ્યા હતા.મીરાએ તેને ફોન કરી પૈસા માંગ્યા તો તેણે ઈન્કાર કરી દીધો હતો.

કંપનીની રીસેપ્શનીસ્ટ સાથે છેતરપિંડી
હજીરા વિસ્તારની કંપનીમાં રીસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતી દિવ્યાની જગદીશ પટેલ (ઉ.વ. 26 રહે. ટેકરા ફળીયું, સુવાલી, તા. ચોર્યાસી, જિ. સુરત) એ ગત મે મહિનામાં પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર બજાજ ફાઇનાન્સનની એડની લીંકમાં લોન રીક્વાયરની માહિતી સાથે પોતાનું નામ અને મોબાઇલ નંબર સહિતની માહિતી ફીલઅપ કરી હતી. માહિતી ફીલઅપ કર્યાના બે દિવસમાં દિવ્યાની પર બજાજ ફાઇનાન્સ કંપનીના લોન ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવ્યો હતો અને તમને રૂ. 3 લાખ સુધીની લોન 4 ટકાના વ્યાજ દરે મળશે અને તેના માટે બેંક એકાઉન્ટનો ચેક, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો વ્હોટ્એસ ઉપર મંગાવ્યા હતા. ત્યાર બાદ દિવ્યાનીને લોન એપ્રૃવનો લેટર મોકલાવી પ્રોસેસ ચાર્જ, ટીડીએસ, જીએસટી, ઇન્સ્યોરન્સ ટેક્સના નામે ઓનલાઇન એસબીઆઇ બેંકના એકાઉન્ટમાં રૂ. 12,500 ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ લોનની એમાઉન્ટ ટ્રાન્સફર નહીં થતા દિવ્યાનીએ બજાજ ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં જઇ તપાસ કરતા ચિટીંગ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

ડિંડોલીમાં ચોરી
સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનું કામ કરતા યુવાનના ઘરમાં દશામાની સ્થાપના કરી હોય પરિવાર મોડે સુધી જાગતું હતું અને યુવાનને પણ કામના ફોન આવતા હોય તે પણ સમયાંતરે જાગતો હતો છતાં કોઈક ખુલ્લા ઘરમાંથી રોકડા રૂ.3.50 લાખ અને જુના દાગીના મળી કુલ રૂ.4.06 લાખની ચોરી કરી ફરાર થઈ ગયું હતું.

બાતમી આધારે દારૂનો જથ્થો ઝડપ્યો
સુરતમાં પુણા પોલીસ અને એલસીબી ઝોન 2ની ટીમને માહિતી મળી હતી કે ખાનગી લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પુણા કેનાલ રોડ પાસેથી આશાપુરા ટ્રાવેલ્સ નામની બસમાં તપાસ કરી હતી જેમાં સોફા નીચે બનાવેલા ચોર ખાનામાંથી રાજસ્થાનથી મોટા પાયે પાર્સલોની આડમાં લવાયેલો 4.82 લાખની કિમતનો દારૂનો જત્થો મળી આવ્યો હતો જેથી પોલીસે બે ડ્રાઈવર મહેન્દ્રસિહ બાબુસિહ ધનાવત અને રતનસિહ રાયસિહ રાઠોડની ધરપકડ કરી હતી. તેમજ 10લાખની કિમતની બસ અને દારૂ મળી કુલ 15.02 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં રાજસ્થાન ખાતેથી આ દારૂ નિર્ભયસિહ સુખસિહ રાજપૂત નામના ઇસમેં ભરાવી આપ્યો હતો જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાર્સલની આડમાં હેરાફેરી
ઉલ્લેખનીય છે કે બોટાદ ઝેરી દારૂ કાંડની ઘટના બાદ સુરત પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે અને દારૂના વેચાણ કરતા લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે લકઝરી બસમાં સોફાની નીચે ચોરખાનું બનાવી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. અહી ચોરખાનામાં પાર્સલોની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પુણા પોલીસે હાલ બંને ડ્રાઈવરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...