તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાની કાર્યવાહી:2736 દુકાનોમાં તપાસ, વેપારીઓએ રસી ન લેતા 277 દુકાનો બંધ કરાવાઇ

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનો ખોલવાની સમયમર્યાદા વધારાતા પાલિકાની કાર્યવાહી
  • કોરોના નેગેટિવ અને વેક્સિન લીધાનો રિપોર્ટ દુકાનમાં લગાવવો ફરજિયાત છે

રાજ્ય સરકારે દુકાનો ખોલવાની સમય મર્યાદામાં છૂટ આપી છે ત્યારે પાલિકાએ દુકાનો ખોલનારા વેપારીઓએ કોરોના રિપોર્ટ અને રસી લીધી છે કે નહીં તેની તપાસ ઝુંબેશ સઘન બનાવી છે. પાલિકાએ દિવસ દરમિયાન કુલ 2736 દુકાનોમાં તપાસ હાથ ધરી હતી જેમાંથી જે દુકાનદારોએ વેક્સિન લીધી ન હતી તેવી 277 દુકાનો બંધ કરાવી દીધી હતી. 1118 વેપારીઓએ રસી મુકાવી હોવાના રિપોર્ટ દુકાનમાં લગાવ્યા હતા. જ્યારે 1953 દુકાનદારોના રિપોર્ટ નેગેટીવ હતા.

ઉલ્લેખનીય છે કે, પાલિકાએ સંક્રમણ ફેલાય નહીં તે માટે કોવિડ હેલ્થ કાર્ડ બનાવ્યા છે. જેમાં વેપારીઓએ વેક્સિન મુકાવી હોય તેવા રિપોર્ટ દુકાનોમાં ગ્રાહકોને દેખાય તે રીતે મુકવા પડે છે. જ્યારે જે વેપારીઓએ રસી લીધી ન હોય તેમણે દર સપ્તાહમાં સોમવારે કોરોના રિપોર્ટ કરાવવાનો હોય છે અને રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય તે દુકાનમાં લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે.

પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ અપાતા હોટલ-રેસ્ટોરન્ટ બિઝનેસને 45 કરોડનો ફાયદો
રાજ્ય સરકારે 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ અનેે વોટર પાર્કને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપતા સુરતની આ ચારેય ઈન્ડસ્ટ્રીને રૂ. 45 કરોડનો ફાયદો થશે. સુરતમાં અંદાજે 600 જેટલી હોટલ રેસ્ટોરન્ટ તેમજ 2 રિસોર્ટ અને 3 વોટર પાર્ક છે. જે સીધી અને આડકતરી રીતે એક લાખથી વધારે લોકોને રોજગારી આપે છે. કોરોનાના કારણે 8 વાગ્યે હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે છે. જેના કારણે તમામ ઈન્ડસ્ટ્રી મળીને અંદાજે 22 કરોડથી વધારેનું નુકસાન થયું છે. કોરોનાને કારણે સુરતમાં જ 70 ટકાથી વધારે હોટેલ રેસ્ટોરેન્ટ બંધ થઇ ચુક્યા છે. સરકારના આ નિર્ણયને કારણે સુરત પાલિકાને 45 કરોડનો ફટકો પડશે. હોટલ એસો.ના માજી પ્રમુખ સનત રેલિયા કહે છે કે, ‘કોરોનાને કારણે 2 વર્ષમાં હોટલ ઈન્ડસ્ટ્રીઝ ભાંગી પડી હતી. સરકારનો નિર્ણય સરાહનીય છે.

અન્ય સમાચારો પણ છે...