તપાસ:100 કરોડના બોગસ બિલિંગમાં કમિશન લેનારા યુવકની પૂછપરછ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડાજણનો ઉવેશ કૌંભાડીઓ પાસે 2% કમિશન લેતો હતો
  • અન્ય એક આરોપી સુફિયાનનો મોબાઈલ FSLમાં મોકલાશે

અમદાવાદના બોગસ બિલિંગ કેસમાં ખુલાસો થતાં GSTની ટીમે અડાજણ પાટિયા રહેતા ઉવૈશ નામના વેપારીની પૂછપરછ શરૂ કરી છે. થોડા દિવસ અગાઉ જ DGGIએ પણ તેની આકરી પૂછપરછ કરી હતી. અધિકારીઓ કહે છે કે કમિશન પર બોગસ બિલ આપવામાં તેનો મોટો હાથ છે. પરંતુ હજી સુધી તેની ધરપકડ થઈ નથી.

અમદાવાદમાં તાજેતરમાં જ 100 કરોડથી વધુના બોગસ બિલિંગ સ્કેન્ડલમાં 3ની ધરપકડ થઈ હતી. આ કેસમાં આરોપીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે બોગસ બિલ સુરતના ઉવૈશે 1 કે 2 ટકા કમિશન લઇને આપ્યા હતા. આથી સોમવારથી GSTના અધિકારીઓએ ઉવૈશને ઉંચકી આકરી પૂછપરછ શરૂ કરી કોને બિલ અપાયા, કોને-કોને તેનો લાભ અપાયો જેવી માહિતી મેળવાઈ રહી છે.

આ કાંડમાં સંડોવાયેલાં સુફિયાનનો મોબાઇલ DGGIએ 2 વર્ષથી આપ્યો નથી અને એડવોકેટ નદીમ ચૌધરીએ મોબાઇલ મેળવવા માટે અરજી કરતાં DGGIએ મોબાઇલ FSLમાં મોકલવાનો હોવાનો જવાબ કોર્ટમાં રજૂ કર્યો હતો.

ક્રિપ્ટોની આડમાં હવાલાનો ખેલ, અનેક ભૂગર્ભમાં
આ ઇશ્યુ ઉપરાંત હાલ અડાજણ પાટિયા વિસ્તારના ક્રિપ્ટોના કેટલાંક બ્રોકરો આ ધંધાની આડમાં હવાલાનો ખેલ કરી રહ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. DGGI અને EDની નજરના લીધે હાલ અનેક હવાલા કારભારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...