આદેશ:PIના પુત્રના અકસ્માત મોતમાં આરોપી નિર્દોષ, અધિકારી સામે તપાસના આદેશ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાર્લે પોઈન્ટ પર તુટેલો વાયર યુવકના ગળામાં ભેરવાયો હતો

6 વર્ષ અગાઉ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા અકસ્માતના ગુનામાં આરોપી ટેમ્પા ડ્રાયવરને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવક પોલીસ ઈન્સ્પેક્ટર અબ્દુલ ગફારખાનનો પુત્ર હતો. ટેમ્પો ડ્રાયવર ગણપતિની મૂર્તિ લઇને જઇ રહ્યો હતો ત્યારે પાર્લે પોઈન્ટ બ્રિજ પરથી પસાર થતી વખતે મૂર્તિમાં કેબલ વાયર ભેરવાઈ જતાં તુટી પડયો હતો, તુટેલો વાયર બાઇક સવાર યુવક પર પડતા તેના ગળાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

તપાસ અધિકારાએ જરૂરી પુરાવા જ કોર્ટ સમક્ષ રજૂ કર્યા ન હતા. સીસીટીવી કેમેરાના એવિડન્સ પણ જુદા જ આપી દીધા હતા. આ ઘટના વર્ષ 2015માં બની હતી પરંતુ તેની ફરિયાદ એક વર્ષ બાદ નોંધાઈ હતી. ફરિયાદી પી.આઈ.ના દિકરા પરવેઝનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના બાદ આરોપી ટેમ્પો ડ્રાયવર ધીરજ તિવારીની ધરપકડ થઈ હતી અને બાદમાં તેને જામીન પર મુક્ત કરાયો હતો.

તપાસ અધિકારીએ બેદરકારી દાખવી હતી
કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, તપાસ અધિકારીએ બનાવને નજરે જોયા હોય એવા એક પણ સાહેદના નિવેદન લીધા નથી. તેમજ એક ઘડી માનવામાં આવે કે રાત્રિનો સમય હોય નજરે જોનાર સાહેદ ન હોય પરંતુ તપાસ કરનાર અમલદારે બનાવના સીસીટીવી ફૂટેજમાં રેકર્ડ થયેલી સીડી રજૂ કરી છે.

બનાવમાં વ્યકિત મોતને ભેટયો હોવા છતાં અને ઇલેક્ટ્રોનિક એવિડન્સ હોવા છતાં તપાસ કરનાર અધિકારી સત્ય હકિકત રેકર્ડ પર લાવી શક્યા નથી. તપાસ કરનારે બેદરકારી દાખવી છે. હવે આ કેસમાં પોલીસ કમિશનરે તપાસ અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરી તેની જાણ કોર્ટને કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...