તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Initially Going Home At 3 O'clock At Night, Not Taking Leave For 9 Months, Patient Failed Heart 7 Times, Didn't Even Have Time To Wear PPE Kit

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીની સંઘર્ષ ગાથા:શરૂઆતમાં તો રાત્રે 3 વાગ્યે ઘરે જતો, 9 મહિનાથી રજા જ નથી લીધી, દર્દીનું 7 વખત હાર્ટ ફેલ થયું, પીપીઈ કિટ પહેરવાનો સમય પણ ન મળ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં તબીબ હોય, આરોગ્ય વિભાગની ટીમ હોય કે, પછી દર્દી તમામે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. એસએમસીના આરોગ્ય અધિકારીએ કોરોના કાળથી અત્યાર સુધી એટલે કે, 9 મહિનાથી એક પણ દિવસની રજા લીધી નથી. જ્યારે તબીબોએ ખુબ જ સંઘર્ષ કરીને દર્દીઓનો જીવ બચાવ્યો છે. વાંચો આરોગ્ય અધિકારી, તબીબ અને દર્દીની સંઘર્ષ કહાણી.

કોરોના કાળમાં શરૂઆતના સમયમાં અમારા માટે સૌથી અઘરો સમય એ હતો કે, દર્દીઓને શોધવાના હતાં કારણ કે, ત્યારે હોસ્પિટલ સુધી આવવા માટે દર્દીઓ ગભરાતા હતાં. સાથે સાથે તેમના પરિવારજનોને આઈસોલેટ કરવાના હતાં. પ્રથમ કેસથી અત્યાર સુધીમાં 9 મહિનાથી વધારે સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી મે એક પણ રજા લીધી નથી. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ નોનસ્ટોપ કામ કરી રહી છે. મારા જીવનકાળનો આ સૌથી અઘરો સમય છે. શરૂઆતના દિવસોમાં દર્દીઓના કેસથી માંડીનેે તેમને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવાની હતી.

એક મહિના સુધી તો રોજ રાત્રે 3 વાગ્યે ઘરે જતા હતાં. સાથે સાથે શહેરના તમામ હેલ્થ સેન્ટર અને વોર્ડ ઓફિસમાંથી ડેટા મેળવવાનું તેનું વિશ્લેષણ કરવાનું,ક્યાં વિસ્તારમાં કેટલા કેસ આવી રહ્યા છે તે જાણીને નવી સ્ટ્રેટેજી બનાવવાનું તેની અસંખ્ય કામો. આખો દિવસ ફોન રણકતો રહેતો. તેમ છતાં અમે હાર્યા નહીં. હિંમતથી કામ કર્યું. કોરોનાના લક્ષણો હોય તો દર્દીઓ હોસ્પિટલ પર આવે તે માટે અમે સોસાયટીના પ્રમુખોને વિનંતી કરતાં હતાં. આ સમય દરમિયાન આરોગ્ય વિભાગની તમામ ટીમે સાથ આપ્યો અને ડર્યા વગર કામ કર્યુ એટલ તેમનો હું આભારી છું. - પી.એચ. ઉમરીગર, આરોગ્ય અધિકારી

પક્ષઘાતના હુમલા પછી કોરોના થયો, બ્રેઈન સ્ટ્રોક આવ્યો છતાં ન હાર્યા

​​​​​​ મારા પપ્પાના શરીરમાં લોહી જાડું થઈ રહ્યું હતું. એટલે તેમને સારવાર માટે ઉજ્જૈનથી અમે સુરત લાવ્યા હતાં. સારવાર ચાલતી હતી ત્યાં જ લોહી જાડું થવાને કારણે તેમને પેરાલિસિસનો હુમલો આવ્યો. આ હુમલો તેમના માટે ઘાતક હતો. કારણ કે, પેરાલિસિસના હુમલાને કારણે તેમનું શરીર આખું બંધ થઈ ગયું હતું. તબીબે તેમની સારવાર શરૂ કરી ત્યાં તો તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે અમે ટેન્શનમાં આવી ગયા હતાં. પપ્પાની કાળજી રાખવા માટે હું સુરત આવી ગયો હતો. હવે કેટલો સમય હોસ્પિટલમાં રહેવું પડશે તે નક્કી ન હતું એટલે મે સુરતમાં ઘર ભાડે રાખી લીધું હતું, કારણ કે,

હોટલમાં રહેવાનું પોસાય તેમ ન હતું. હું સુરત આવી ગયો એટલે મારી નોકરી પણ છૂટી ગઈ હતી. કોરોના અને પેરાલિસિસની સારવાર ચાલતી હતી ત્યાં પપ્પાને મગજમાં સોજો ચડી ગયો. તબીબે તો કહ્યું હતું કે, હવે દર્દી બચશે નહીં. પરંતુ તબીબેે હિંમત કરીને મગજમાં સોજો ઓછો કરવા માટે ઓપરેશન કર્યું હતું. પપ્પા 20 દિવસ સુધી તો કોમામાં રહ્યા હતાં. અને છેવટે દવા અને દુવાથી 45 દિવસ પછી પપ્પાને રજા આપવામાં આવી હતી. આજે તેઓ સારા થઈ ગયા છે. હાથ અને પગનું હલનચલન પણ કરી શકે છે. - અનુજ જૈન, વિનેશ જૈનના પુત્ર,

દર્દીનું 7 વખત હાર્ટ ફેલ થયું, પીપીઈ કિટ પહેરવાનો સમય પણ ન મળ્યો

એપ્રિલ મહિનામાં 29 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો. તેને હોસ્પિલમાં લાવવામાં આવ્યો. ત્યારે હજી કોરોનાનો પ્રારંભકાળ હતો. લોકોમાં ડર પણ હતો. ત્યારે કોઈ દર્દીઓ આવતા ત્યારે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવતો હતો ત્યાર બાદ જ ઓપરેશન કરવામાં આવતા હતાં. યુવકને લાવવામાં આવ્યો એટલે મસાજ દ્વારા અમે હાર્ટને શરૂ કરવાના પ્રયત્નો શરૂ કર્યા, પહેલી વાર હાર્ટ શરૂ થયું એટલે અમે કોરોના છે કે, નહીં તે જાણવા માટે સિટી સ્કેનમાં મોકલવાની તૈયારી કરતા ત્યાં તેનું ફરી વખત હાર્ટ બંધ થઈ ગયું એટલે અમે ફરી વખત મસાજથી હાર્ટ શરૂ કર્યું.

આવી રીતે તેનું હાર્ટ શરૂ થાય અને થોડી સેકન્ડમાં ફરી વખત ધબકવાનું બંધ કરી દેતું હતું. આવું સાત વખત થયું. ત્યાર બાદ ઇમરજન્સી ઉભી થઈ. દર્દીને કોરોના છે કે, નહીં તેનો ટેસ્ટ કરવાની જગ્યાએ અમે તેને સીધા જ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. અમારી પાસે પીપીઈ કિટ પહેરવા જેટલો પણ સમય ન હતો. અમે ઓપરેશન ચાલુ કરી દીધું. ઓપરેશન બાદ તેનો રિપોર્ટ કરાવ્યો તેમાં કોરોના પોઝિટિવ આવ્યો. - ડૉ.અતુલ અભ્યંકર , સારવાર કરનાર હ્દયરોગનાં નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો