તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:પંજાબમાં જૈન ધર્મની પ્રભાવના કરી તેઓ ‘પંજાબ દેશોદ્વારક’ના બિરૂદને પામ્યા હતા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસુમાં વિજયાનંદસૂરિશ્વરજીની સ્વર્ગારોહણ તિથિ ઉજવાઇ

વેસુના ફોનિક્ષ ટાવર ખાતે આવેલા વિજયરામચન્દ્રસૂરિ આરાધના ભવન ખાતે પંજાબ દેશોદ્વારક જૈનાચાર્ય વિજયાનંદસૂરિશ્વરજી માહારાજાની 125મી સ્વર્ગારોહણ તિથિ 18 જૂનના રોજ ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમ જૈનાચાર્ય વિજયમુક્તિપ્રભસૂરિશ્વરજી, આ. વિજયઅક્ષયભદ્રસૂરિજી, આ. વિજયપુણ્યપ્રભસૂરિજીની નિશ્રામાં યોજાયો હતો જેમાં પ્રવચનનું આયોજન પણ થયું હતું. આ પ્રસંગે પન્યાસપ્રવર પુણ્યરક્ષિતવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, પૂજ્યશ્રી સંયમજીવનના પ્રારંભકાળમાં દરરોજ 300 શ્લોકો કંઠસ્થ કરવાની બૌદ્ધિકક્ષમતા ધરાવતા હતા.

એમણે હજારો શ્લોકો અને જૈન ધર્મના આગમો કંઠસ્થ કર્યા હતા.પંજાબમાં વિચરણ કરીને જૈનધર્મની ખૂબ જ પ્રભાવના કરવાથી તેઓ ‘પંજાબ દેશોદ્ધારક’ના બિરૂદને પામ્યા હતા. એમણે નવતત્વ, જૈન તત્વાદર્શ, અજ્ઞાન તિમિર ભાસ્કર,સમ્યફત્વ શલ્યોદ્ધાર, જૈનમતવૃક્ષ, તત્વ નિર્ણય પ્રસાદ, જૈનધર્મ વિષયક પ્રશ્નોત્તર જેવા ધર્મગ્રંથોની ભેટ ધરી હતી.

વિ.સં. 1943ની સાલમાં શંત્રુજય મહાતીર્થ પાલિતાણા ખાતે પૂજ્યશ્રીની જૈનાચાર્ય પદવી પ્રસંગે 35 હજારની માનવમેદની એકઠી થઈ હતી. વિ.સં. 1953 જેઠ સુધ.8ના રોજ 125 વર્ષ પહેલાં તેઓ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં હતા. આ પ્રસંગે કોવિડ ગાઇડલાઇન પ્રમાણે તમામ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રાવક અને શ્રાવિકાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...