તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોમાં નવું જોખમ:કોરોના પોઝિટિવ આવેલા 100માંથી 2 બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી ડિસીઝની સમસ્યા, કિડની, હૃદય અને ફેફસાંને કરે છે અસર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્ટીબોડીનું પ્રમાણ વધી જવાથી અસર થાય છે અને તેના કારણે બાળકોને મુશ્કેલી ઉભી થઈ શકે

બાળકોમાં વધુ એક રોગની સમસ્યા જોવા મળી રહી છે. કોરોના પોઝિટિવ આવેલા બાળકોમાં જે એન્ટીબોડી બનવાનું શરૂ થાય છે તેનું પ્રમાણ નિયંત્રણ કરતાં વધી જાય છે. બાળક પોઝિટિવ આવ્યા બાદ તેનામાં એન્ટીબોડી જનરેટ થતી હોય છે. ઘણા કિસ્સામાં એન્ટીબોડીનું પ્રમાણ શરીરમાં વધી જાય તો મલ્ટીપલ ઓર્ગનને ઇફેક્ટ કરે છે. તેને મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી ડીસીઝ કહેવાય છે. સુરતના જાણીતા બાળ રોગ નિષ્ણાત ડોક્ટર રમેશ પટેલે divyabhaskar સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે બાળકોમાં જોવા મળતા આ રોગ વિશે ચર્ચા કરી હતી.

કોરોના પોઝિટિવ હોવાથી અજાણ બાળકોને પણ અસર
કોરોનાકાળ દરમિયાન જે પરિવારમાં કોરોના કોરોના પોઝિટિવના કેસો જોવા મળ્યા હતા તે દરમિયાન ઘણા ખરા બાળકો પણ કોરોના પોઝિટિવ થયા હતા. ઘણા એવા બાળકો હતા કે જેમને કોરોના થઈ ગયો હતો પરંતુ તેમની રોગ પ્રતિકારક શક્તિ વધુ મજબૂત હોવાથી તેઓ કોરોનામાંથી પસાર થઈ ગયા છે તે અંગે તેઓ પોતે પણ નહોતા જાણતા અને પરિવારના લોકો પણ તે અંગે અજાણ હતા. પરંતુ તેમના શરીરમાં એન્ટીબોડી હોવાને કારણે તેઓ કોરોનાથી વધુ ઇફેક્ટેડ થયા ન હતા.

પોઝિટિવ આવેલા બાળકોમાં મલ્ટીપલ ડિસીઝના ચાન્સ
કોરોના પોઝિટિવ આવેલા બાળકોમાં મલ્ટીપલ ડિસીઝના ચાન્સ રહે છે. ઘણી વખત એન્ટીબોડી વધી જવાથી શરીરમાં કિડની હૃદય ફેફસાં વગેરે જે ઓર્ગન છે તેને એન્ટીબોડીનું પ્રમાણ વધી જવાથી અસર થાય છે. તેના કારણે બાળકોને મુશ્કેલી ઉભી થઈ શકે છે.

તાત્કાલિક કોવિડ એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જરૂરી
ડો. રમેશ પટેલે જણાવ્યું કે જો બાળકોમાં ત્રણથી પાંચ દિવસ સુધી સતત તાવ હોય તો તેમને તાત્કાલિક કોવિડ એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ દવાથી બાળકમાં એન્ટીબોડીનું પ્રમાણ જાણવા મળે છે, જેના આધારે બાળકોને સારવાર આપી શકાય છે. એન્ટીબોડી નિયંત્રણ બહાર હોય તો તેના માટે ડોક્ટરો તેને ઝડપથી સારવાર આપીને સ્વસ્થ કરી શકે છે. માટે કોરોના પોઝિટિવ બાળકો માટે તો આ જરૂરી છે પરંતુ ઘણી વખત જે બાળકોને પુરો ના થયો છે પરંતુ તેઓ તેનાથી અજાણ હતા તેવા બાળકો એ પણ આ પ્રકારનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

બાળકો ઝડપથી સારા થઈ જતા હોવાથી રાહત
હાલ અત્યારે સુરતમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી ડિસીઝના કેટલાક કેસો જોવા મળી રહ્યા છે. એક અંદાજ મુજબ 100 બાળકો પૈકી બે બાળકોમાં આ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. જોકે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આ બાળકો ઝડપથી સારા થઈ જાય છે પરંતુ કોવિડ એન્ટિબોડીઝ ટેસ્ટ ઝડપથી થઈ જાય તો બાળકોને ઝડપથી સારવાર આપી શકાય છે કારણ કે એમ ટી બોડી નું પ્રમાણ વધી જાય તો બાળકોનાં કેટલાંક અને તે નુકસાન પહોંચાડી શકે છે. બાળકોએ અને તેના માતા-પિતાએ સતર્કતા દાખવીને જો આ પ્રકારની તાવની સમસ્યા દેખાય તો ઝડપથી કોવીડ એન્ટિબોડી ટેસ્ટ કરાવી લેવો જોઇએ જે બાળકો માટે લાભકારક છે.