કોરોના અપડેટ:ભૂલકાં વિહારના ધોરણ 9ના વિદ્યાર્થીને ચેપ, USથી આવેલો યુવક પણ સંક્રમિત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેરલા-દિલ્હીથી આવેલા મહિલા, વેપારી સહિત કોરોનાના નવા 10 કેસ

ગુરૂવારે શહેરમાં કોરોનાના વધુ 9 અને જિલ્લામાં 1 મળી વધુ 10 કેસ નોંધાયા છે. જહાંગીરપુરા રહેતો અને ભુલકા વિહાર સ્કુલમાં ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી સંક્રમીત થયો છે. મોરા ભાગળ રહેતી 31 વર્ષીય મહિલા પણ પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં આવ્યા બાદ સંક્રમીત થઈ છે. આ જ રીતે અડાજણ રહેતા 56 વર્ષીય આધેડ પણ સંક્રમીત થયા છે. કુંભારીયા રહેતો 32 વર્ષીય એનઆરઆઈ યુવક અને તેની માતા સંક્રમીત થયા છે. અમેરીકા ખાતે ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતો યુવક થોડા દિવસ પહેલા જ આવ્યો હતો ત્યાર બાદ તેની 58 વર્ષીય માતાને લક્ષણો જણાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તો દિલ્હીનો પ્રવાસ કરી પરત આવેલા સિટીલાઈટના 27 વર્ષીય કાપડવેપારી તેમજ કેરલા લગ્ન પ્રસંગમાંથી પરત આવેલી અઠવાલાઈન્સની 53 વર્ષીય મહિલા અને ભટારના 70 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કતારગામ ઝોનમાં ઉતરાણના 43 વર્ષીય હીરાદલાલ પણ સંક્રમીત થયા છે. અમેરેલી ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી તેઓ 1 તારીખે પરત આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...