હુમલો:સુરતના નાનપુરામાં કોંગ્રેસના મહામંત્રી પર કુખ્યાત આરીફ મીંડી ગેંગ પથ્થરમારો કર્યો, પોલીસે મામલો થાળે પાડ્યો

સુરતએક મહિનો પહેલા
માથાભારે તત્વો દ્વારા રાત્રિના સમયે હુમલો કરાયો હતો.
  • અસામાજિક તત્વોની બાતમી પોલીસને અપાતી હોવાની આશંકાએ હુમલો

સુરતના નાનપુરા ખનડેરાવપુરામાં મધરાત્રે કુખ્યાત આરીફ મીંડી ગેગએ સુરત યુથ કોંગ્રેસના મહામંત્રી ઉપર તલવાર વડે હુમલો કરી મહિલા સહિત ને ને ઘા માર્યા બાદ ઘર પર પથ્થરમારો કરતા વાતાવરણ તણાવગ્રસ્ત બની ગયું હતું. હાથમાં તલવારો લઈને આવેલા અસામાજિક તત્વો જુગાર કલબ અને MD દ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા હોવાની પોલીસને બાતમી આપતા હોવાની આશંકામાં ફૈઝલ રંગુની પર હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. જોકે ઘટનાની જાણ બાદ અથવા પોલીસનો કાફલો તાત્કાલિક દોડી આવતા કલાકો બાદ મામલો થાળે પડ્યો હતો.આખી ઘટનાના CCTV સામે આવતા પોલીસે સામ-સામી ફરિયાદ નોંધતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

રસ્તો રોકીને હુમલો કરવામાં આવ્યો હતો.
રસ્તો રોકીને હુમલો કરવામાં આવ્યો હતો.

મોપેડ રાખી રસ્તો રોકાયો
ફૈઝલ રંગુની (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે, હું ખંડેરાવપુરનો રહેવાસી છું અને સુરત યુથ કોંગ્રેસનો માહામંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં કુખ્યાત આરીફ મીંડી ગેંગનો ત્રાસ પોલીસ ચોપડે જ નહીં આખા વિસ્તારમાં દેખાય રહ્યો છે. બુધવારની રાત્રે રસ્તા ઉપર મોપેડ રાખી રસ્તો રોકતા હોવાનું કહી આરીફ મીંડી અને તેના માણસો હાથમાં તલવાર લઈને રસ્તા પર દોડી આવ્યા હતાં. એટલું જ નહીં પણ અચાનક મારા પર અને મારા પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘર પર પથ્થરમારો કરી વાતાવરણ તંગ બનાવી દીધું હતું. જો સમય સર પોલીસ નહિ આવી હોત તો ચોક્કસ એક-બે નો જીવ ચાલી ગયો હતો.

પરિવારના સભ્યોને પણ ઈજાઓ પહોંચી હતી.
પરિવારના સભ્યોને પણ ઈજાઓ પહોંચી હતી.

હુમલામાં કાકીને ઈજા પહોંચી
હુમલાખોરોએ કાચની બાટલોથી હુમલો કરતા આખા રસ્તા પર કાચ વિખેરાય ગયા હતા.આ હુમલામાં મને અને મારી કાકી ને ગંભીર ઇજા થઈ છે. જો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ન હોત તો આખો વિસ્તાર માતમમાં ફેરવાય ગયો હોત.ઘટનાના CCTV માં સ્પષ્ટ દેખાય છે કે કારમાં આવેલ લોકો તલવાર લઈને ઉપર તૂટી પડે છે. હુમલા પાછળનું માત્ર એક જ કારણ છે. આરીફ મીંડી ગેગ મને પોલીસનો બાતમીદાર સમજે છે. MD દ્રગ્સ અને જુગાર કલબ ચલાવતા આરીફ મીંડીને ત્યાં રેડ પડી એટલે મેં બાતમી આપી હોવાનું આશકામાં હુમલો કરાયો છે. આ ગેગ સામે અઠવા પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધાય છે. જોકે રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ પણ દબાણમાં કામ કરતી હોય એમ લાગે છે. એટલે જ સામ સામી ફરિયાદ નોંધી આરીફ મીંડી ગેગને બચાવવાનો પ્રયાસ કરાય રહ્યો છે હું આજે મારા કાર્યકર્તાઓ સાથે પોલીસ કમિશનરને મળીને રજુઆત કરીશ તેમ વધુમાં રંગૂનીએ જણાવ્યું હતું.