વરસાદની ઈફેક્ટ:તમિલનાડુ અને કેરળમાં વરસાદના કારણે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત, પોંગલના તહેવારમાં રૂ. 150 કરોડના નુકશાનનો અંદાજ

સુરત16 દિવસ પહેલા
દક્ષિણ ભારતમાંથી નવા ઓર્ડર પણ નથી મળી રહ્યા.
  • 1200 કરોડ જેટલું પેમેન્ટ તમિલનાડુ અને કેરળમાં અટવાયું

કોરોના સંક્રમણ બાદ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યો હતો. દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળમાં વરસાદથી થયેલી અતિવૃષ્ટિને કારણે અનેક જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત થયા હોવાને કારણે પોંગલના તહેવારમાં સાડીઓની ડિમાન્ડ નહીં રહે. બંને રાજ્યો વરસાદી પૂરના કારણે જનજીવન ઠપ થઇ ગયું છે. જે કેટલાક ઓર્ડર આવ્યા હતા તે પણ વેપારીઓ દ્વારા કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જેથી સુરત ટેક્સટાઈલ ઉદ્યોગને પોંગલના તહેવારમાં 150 કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ છે.

પોંગલના તહેવારમાં સાડીઓની ડિમાન્ડ નહીં રહે.
પોંગલના તહેવારમાં સાડીઓની ડિમાન્ડ નહીં રહે.

તમિલનાડુ અને કેરળમાં આવેલી અતિવૃષ્ટિના કારણે પેમેન્ટ અટક્યું
દોઢ-બે વર્ષના કોરોનાકાળ બાદ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી એક વખત ધમધમતો થયો હતો. દિવાળી દરમિયાન ટેક્સટાઈલ ઉદ્યોગનો વેપાર રૂપિયા 16000 કરોડને પાર પહોંચી ગયો હતો. દિવાળી દરમિયાન જે ખરીદી વેપારીઓ કરતા હોય છે તેનું પેમેન્ટ 45 દિવસમાં ચૂકવી દેતા હોય છે. પરંતુ દિવાળી બાદ એકાએક જ તમિલનાડુ અને કેરળમાં આવેલી અતિવૃષ્ટિના કારણે જે પેમેન્ટ હતું તે પણ અટકી ગયું છે. અંદાજે 1200 કરોડ જેટલું પેમેન્ટ તમિલનાડુ અને કેરળમાં અટવાયું છે.

કેટલાક ઓર્ડર આવ્યા હતા તે પણ વેપારીઓ દ્વારા કેન્સલ કરી દેવામાં આવ્યા.
કેટલાક ઓર્ડર આવ્યા હતા તે પણ વેપારીઓ દ્વારા કેન્સલ કરી દેવામાં આવ્યા.

તમિલનાડુ અને કેરળમાં જનજીવન ઉપર માઠી અસરથી માર્કેટ ન ખુલ્યાં
ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું કે દિવાળીમાં થયેલા ફેરફારને કારણે વેપારીઓ ખુબ જ ખુશ હતા. દિવાળીની સિઝન બાદ લગ્નસરાની સિઝન પણ ખૂબ જ સારી રીતે જાય તેવી અપેક્ષાઓ વેપારીઓ સેવી રહ્યા હતા. સુરતથી દક્ષિણ ભારતનું એક મોટું માર્કેટ છે કે જેમાં કરોડો રૂપિયાનો વેપાર થતો હોય છે. અચાનક આવેલા વરસાદના કારણે પોંગલના કહેવારમાં 150 કરોડની નુકસાની આવે તેવું લાગી રહ્યું છે. દર વર્ષે પોંગલના તહેવારમાં 400 કરોડ જેટલો વેપાર થતો હોય છે. તમિલનાડુ અને કેરળમાં જનજીવન ઉપર માઠી અસર થવાને કારણે ત્યાં વેપારીઓ માર્કેટ ખુલી શકે તેમ નથી. તેના કારણે પેમેન્ટ આવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે અને નવા ઓર્ડર પણ નથી મળી રહ્યા.