પ્રદર્શન:ફેબ્રુઆરીમાં ચેમ્બરનું‘ વિન્ડો ઓફ વર્લ્ડ’ પ્રદર્શન, ઇન્ડોનેશિયા પણ ભાગ લેશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદર્શનમાં વિવિધ રાજ્યોના પર્યટન સ્થળોની માહિતી અપાશે

ટ્રાવેલ ઉદ્યોગને પ્રમોટ કરવા માટે આગામી 18થી 20 ફેબ્રુઆરીએ ચેમ્બર દ્વારા સરસાણા ખાતે ‘વિન્ડો ઓફ વર્લ્ડ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. આમાં કન્ટ્રી પેવેલિયન તરીકે ઇન્ડોનેશિયા પણ ભાગ લેશે. ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ‘ચેમ્બર દ્વારા ટ્રાવેલ ઉદ્યોગને પ્રમોટ કરવા માટે 18થી20 ફેબ્રુઆરીએ સરસાણાના સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘WoW’ (વિન્ડો ઓફ વર્લ્ડ) પ્રદર્શનનું આયોજન કરાશે. જેમાં દરેક રાજ્યના પ્રવાસન નિગમ તથા અન્ય દેશોના પ્રવાસન નિગમો દ્વારા પોતપોતાના જાણીતા પ્રવાસન સ્થળોની વિસ્તૃત માહિતી અપાશે.

ઉપરાંત સંબંધિત રાજ્યો અને દેશના બહુ જાણીતા નહીં એવા પર્યટક સ્થળોની પણ માહિતી આપવામાં આવશે.આ ઉપરાંત ‘WoW’ (વિન્ડો ઓફ વર્લ્ડ) એક્ઝિબિશનમાં એરલાઇન્સ, રેલ્વે (વૈશ્વિક સ્તરે) અને ક્રુઝ લાઇન્સ દ્વારા પણ પોતાની પ્રિમિયમ સર્વિસ વિશે પર્યટકોને માહિતી આપવામાં આવશે.આ અંગે મુંબઇ ખાતે ઇન્ડોનેશિયા ના કોન્સુલ જનરલ આગુસ પી. સાપ્તોનો સાથે મુલાકાત ચેમ્બરના પ્રતિનિધિમંડળે મુલાકાત હતી.

જેમાં ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, ગૃપ ચેરમેન અમિષ શાહ અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન અને ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલિગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગત હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલે પ્રદર્શનમાં ઇન્ડોનેશિયા કન્ટ્રી પેવેલિયન તરીકે ભાગ લેશે તેવી સંમતિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...