તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફલાઇટો શરૂ:ઈન્ડિગોએ કનેક્ટિવિટી વધારી, 28 માર્ચથી સુરત-ચેન્નાઇ અને સુરત-જયપુર ફલાઇટ શરૂ કરશે

સુરત24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભાડું રૂ. 4000થી 4500 જેટલું રહેશે

મંગળવારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમર શિડ્યુલમાં બે ફ્લાઈટની જાહેરાત કરવામાં આવી હતી. 28 માર્ચથી સુરત-ચેન્નાઈ અને સુરત-જયપુરની એરકનેક્ટિવટી ઇન્ડિગો દ્વારા શરૂ કરવામાં આવશે. કોરોના પહેલાં સુરત-ચેન્નાઈ વચ્ચે ફ્લાઈટ કનેક્ટિવિટી હતી, પરંતુ ત્યાર બાદ ફલાઇટ બંધ થઈ ગઈ હતી. ચેન્નાઈ અને સુરત વચ્ચે વિમાની સેવા શરૂ કરવા માટે શહેરના નાગરીકો દ્વારા માંગણી કરાતી હતી. જેને પગલે ઇન્ડિગો દ્વારા સમર શિડ્યુલમાં સુરત-ચેન્નાઈની ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ફ્લાઇટનું ભાડું અંદાજીત 4 હજારની આસપાસ રહેશે. ઇન્ડિગોના શિડ્યુલ અનુસાર તા. 28 માર્ચથી ચેન્નાઈથી સાંજે 5.40 વાગે ફ્લાઈટ સુરત આવશે અને સુરતથી સાંજે 6.15 ઉપડી પરત ચેન્નાઈ જશે. આ સાથે જ ઇન્ડિગો દ્વારા સુરત-જયુપર વચ્ચે પણ વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. 28 માર્ચથી જ શરૂ થનારી આ ફ્લાઈટ સુરતમાં સાંજે 7.10 કલાકે ઉડશે અને રાત્રે 8.35 કલાકે જયપુર પહોંચશે.આ ફ્લાઇટનું ભાડું 4500ની આસપાસ રહેશે.

બંને ફ્લાઇટનું ટાઇમ ટેબલ આ પ્રમાણે રહેશે

ચેન્નાઈથી ઉપડશે3:35 PM
સુરત આવશે5:40 PM
સુરતથી ઉપડશે6:15 PM
ચેન્નાઈ પહોંચશે8:20 PM
જયપુરથી ઉપડશે12:50 PM
સુરત આવશે2:20 PM
સુરતથી ઉપડશે7:10 PM
જયપુર પહોંચશે8:35 PM
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો