તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Indifferent Attitude Of The System In Allotment Of House Plots In Surat District, District Development Officer Said, Investigation And Action Will Be Taken

કામગીરી:સુરત જિલ્લામાં ઘરથાળના પ્લોટ ફાળવણીમાં તંત્રના ઉદાસીન વલણ, જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું, તપાસ કરી કાર્યવાહી કરાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્લોટ ન ફાળવાતા હોવાની રજૂઆત થઈ રહી છે(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
પ્લોટ ન ફાળવાતા હોવાની રજૂઆત થઈ રહી છે(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • થોડા વર્ષોથી છ તાલુકામાં એક પણ લાભાર્થીને લાભ ન મળ્યો હોવાથી તપાસનો વિષય

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેતમજૂરો મજૂરો તથા ગ્રામ્ય શ્રમિકો ની ગરીબી નાબૂદ કરવા અને તેઓોને રહેણાંક મકાન ધરાવતા થાય અને સન્માન પૂર્વક જીવન જીવી શકે એ માટેની રાજ્ય સરકારની ઘરથાળ મફત પ્લોટ ની યોજના વર્ષ 1972થી અમલીકરણમાં છે. સુરત જિલ્લામાં બે વર્ષમાં માત્ર 3 તાલુકામાં આવા લાભાર્થીઓને 58 ઘરથાળ પ્લોટ નો તંત્ર લાભ આપી શક્યું છે. જ્યારે છ તાલુકાની ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો નું લાભાર્થીઓનો સર્વે કરવામાં અથવા તો લાભ ઉદાસીન વલણ રહ્યું હોવાનું જાણવા મળે છે.

100 વારના પ્લોટ અપાય છે
આ અંગે વધુ વિગતો મુજબ ગુજરાતમાં ગરીબી નાબૂદી માટે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે. ગરીબોને રહેણાંક મકાન માટે મફત ઘરથાળ પ્લોટ માટેની વર્ષ 1972થી યોજનાના અમલીકરણમાં છે. ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયતો દ્વારા સર્વે કરીને લાભાર્થીઓની યાદી તૈયાર કરી તાલુકા કક્ષાએથી લેન્ડ કમિટીમાં યોજનાની ગાઇડલાઇન મુજબ લાભાર્થી ને મફત પ્લોટ ની ફાળવણી કરવામાં આવે છે. જેઓ ગરીબી રેખા નીચે જીવન વ્યતીત કરી રહ્ના છે, અને જમીન વિહોણા અને ભૂતકાળમાં આ યોજના અંતર્ગત તેમના વારસદારોએ લાભ લીધો નથી ઍવા લાભાર્થીને મફત ઘરથાળ 30-30(100વાર) નો પ્લોટ ફાળવી ગ્રામ્ય લેવલે વંચિત જિલ્લામાં વર્ષે 2019-20માં બારડોલી માંડવી અને ઓલપાડ તાલુકામાં માત્ર 23 ઘરથાળ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય તાલુકામાં એક પણ લાભાર્થી ને લાભ મળ્યો નથી. જે તપાસનો વિષય છે વર્ષ 2020-21 માં ઓલપાડ અને બારડોલી તાલુકામાં ૩૫ લાભાર્થીઅોને લાભ મળ્યો છે.

કુલ 23 લાભાર્થી 2019-20માં મળ્યા
જિલ્લા પંચાયતના અધિકારીત સૂત્રો મુજબ વર્ષ 2019-20 માં બારડોલી તાલુકામાં 18 લાભાર્થી. માડવી તાલુકામાં 3 લાભાર્થી. ઓલપાડ તાલુકામાં માત્ર 2 લાભાર્થી મળી ને કુલ 23 લાભાર્થીઓને લાભ મળ્યો છે. જ્યારે વર્ષ 2020-21માં ઓલપાડ માં 15 અને બારડોલી તાલુકામાં 20 મળીને કુલ 35 લાભાર્થીઓને લાભ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર વિકાસની અને ગરીબી નાબૂદીની વાત કરે છે. ક્યારે આવા ગરીબોને સરકારની યોજનાનો લાભ અપાવવા માં ક્યાં તો તંત્ર ની ઉદાસીનતા જાવા મળી રહી છે બારડોલી. માંડવી અને ઓલપાડ સિવાયના અન્ય 6 તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોનું સર્વે કરી ગરીબોને લાભ કેમ મળ્યો નથી ઍ તપાસનો વિષય બને છે

કાર્યવાહી કરાશે
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ગઢવીના જણાવ્યા મુજબ ફાઇલ મંગાવી અભ્યાસ કરી ચોક્કસ તપાસ કરવામાં આવશે બાકીના તાલુકાઓમાં કેમ લાભાર્થીઓને લાભ મળ્યો નથી એ અંગે તાલુકા વિકાસ અધિકારીઓ અને તલાટી ક્રમ મંત્રીઓનું ધ્યાન દોરવામાં આવશે અને સર્વે કરવામાં આવ્યો ના હોય તો સર્વે કરવા પણ જરૂર સુચના આપવામાં આવશે. અને લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે કાર્યવાહી કરીશું હોવાનુ જણાવ્યું હતુ.

ઓરમાયું વર્તન થતાના આક્ષેપ
જિલ્લામાં સૌથી વધારે હળપતિ અને રાઠોડ સમાજના અનુસુચિત જનજાતિના લોકોની વસ્તી છે. સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય તેમજ કોગ્રેસના આગેવાન દર્શન નાયકે આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકાર ગરીબોના ઉત્થાનની વાતો કરે છે ગરીબ લોકોને ઘરથાળના પ્લોટની ફાળવણી નો મુદ્દો અગાઉ સામાન્ય સભામાં ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ ગરીબોની વિરોધી ભાજપ સરકારમાં શાસકો ગરીબોને લાભ આપતા નથી બીજી બાજુ જિલ્લામાં લાંબા સમયથી લેન્ડ કમિટીની બેઠક જ મળી નથી. જિલ્લામાં લેન્ડ કમિટીનું અસ્તિત્વ છે કે કેમ ! એ પણ તપાસનો વિષય બની રહે છે. ગરીબ લાભાર્થીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવવામાં આવશે તો આવા ગરીબ હળપતિ અને રાઠોડ સમાજ ને લાભ આપવામાં માટે જિલ્લા કોગ્રેસ દ્વારા અવાજ ઉઠાવી જરૂર પડયે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.