મનસુખ માંડવિયાનું નિવેદન:નેનો યુરિયા ખાતર ભારતની સિદ્ધિ, સમગ્ર દુનિયા આજે તેની ડિમાન્ડ કરી રહ્યું છે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનસુખ માંડવિયા - ફાઈલ તસવીર - Divya Bhaskar
મનસુખ માંડવિયા - ફાઈલ તસવીર

સુરતમાં યંગ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા દ્વારા દિગ્વિજય દિવસ નિમિત્તે 'યુવા સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કેન્દ્રીય આરોગ્ય અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ મંડાવીય ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ બાદ તેમણે નેનો યુરિયા ખાતરને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું.

દિગ્વિજય દિવસની ઉજવણીને લઈ 'યુવા સંવાદ' કાર્યક્રમ યોજાયો
દિગ્વિજય દિવસ એટલે શિકાગો ધર્મ મહાસભામાં વિશ્વ ચેતનાને જગાડતું સ્વામી વિવેકાનંદ દ્વારા થયેલું ઐતિહાસિક ઉદબોધન. આ દિવસે વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો હતો. સ્વામી વિવેકાનંદનું સમગ્ર જીવન અને સંદેશ યુવાનો માટે આદર્શ છે, માટે એમની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. એજ રીતે 11 સપ્ટેમ્બરને દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સુરતમાં દિગ્વિજય દિવસની ઉજવણી માટે "યંગ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા" દ્વારા 'યુવા સંવાદ' કાર્યક્રમનું આયોજન સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી, કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોની સાથે મોટી સંખ્યામાં વ્યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય આરોગ્ય અને ફર્ટિલાઈઝર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શનની સાથે યુવા સંવાદ કરવામાં આવ્યો હતો.

આપણા દેશના વૈજ્ઞાનિકોએ નેનો યુરિયાનું રિસર્ચ કર્યું: મનસુખ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય અને ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાનો યુવા સંવાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નેનો યુરિયા ખાતર બાબતે તેમણે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, યુરિયા ખાતરની શરૂઆત ભારતમાંથી થઈ છે અને આજે દુનિયા આની ડિમાન્ડ કરી રહ્યું છે. આ એક ભારતની સિદ્ધિ છે. આજે દેશ રિસર્ચ અને ઇનોવેશનની અંદર આગળ વધી રહ્યું છે.ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ નેનો યુરિયાનો પ્લાન્ટ લગાવાયો છે, જે ફર્ટિલાયઝર સેકટરમાં રિવોલ્યુશનરી રિસર્ચ સેન્ટર છે, અને આ આપણા દેશના વૈજ્ઞાનિકોએ નેનો યુરિયાનું રિસર્ચ કર્યું છે.આજે આપણા દેશના કિસાનો નેનો યુરિયાને ઝડપથી સ્વીકારી રહ્યા છે. દેશના કિસાનોને એક બેગ યુરિયા બરોબર 500ml બોટલ બરોબર થાય છે. એક બેગ યુરિયાથી જેટલો ફાયદો થાય છે તેટલો એક બોટલ નેનો યુરિયાથી થશે.

અન્ય સમાચારો પણ છે...