તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Indian Medical Association For Apologizing In Writing To Baba Ramdev For Making A Statement On Allopathy. Protested By Wearing Black Bandages

વિરોધ:​​​​​​​એલોપેથી અંગે નિવેદન કરનારા બાબા રામદેવ લેખિતમાં માફી માગે તે માટે ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા કાળીપટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કરાયો

સુરત22 દિવસ પહેલા
તબીબોએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • બ્લેક ડે મનાવીને તબીબો અને સ્ટાફ દ્વારા વિરોધ કરાયો

બાબા રામદેવે આપેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં શહેરના તબીબો કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. બાબા રામદેવ દ્વારા આ મામલે લેખિતમાં માફી માંગવામાં આવે તેવી તબીબો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. બાબા રામદેવે થોડા દિવસ પહેલા જ એલોપેથી દવા બાબતે તેમજ ડોક્ટરોના મૃત્યુ બાબતે નિવેદન આપ્યું હતું જેને લઈને વિવાદ ઉભો થયો છે.

રામદેવે આપેલા વિવાદાસ્પદ નિવેદને કોરોના વોરિયર્સ ડોક્ટરની મજાક ઉડાવી હોવાની ભાવના વ્યક્ત કરાઈ હતી.
રામદેવે આપેલા વિવાદાસ્પદ નિવેદને કોરોના વોરિયર્સ ડોક્ટરની મજાક ઉડાવી હોવાની ભાવના વ્યક્ત કરાઈ હતી.

બ્લેક ડે ને ટેકો અપાયો
આઈએમએ સુરતના પ્રમુખ હિરલ શાહે જણાવ્યું હતું કે, રામદેવે આપેલા વિવાદાસ્પદ નિવેદને કોરોના વોરિયર્સ ડોક્ટરની મજાક ઉડાવી છે. સરકારના રસીકરણના કાર્યક્રમને ધક્કો પહોંચાડવાની કોશિશ કરી છે. રામેદવ લેખિતમાં માફી માંગે અને ભવિષ્યમાં આવા બિન જવાબદાર નિવેદનો ન કરે એવી અમે અપીલ કરીએ છીએ. તેમજ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના 1 જુન ‘બ્લેક ડે’ને ટેકો આપવામાં આવ્યો છે.

બાબા રામદેવનું નિવેદન શરમજનક હોવાનું તબીબોએ કહ્યું હતું.
બાબા રામદેવનું નિવેદન શરમજનક હોવાનું તબીબોએ કહ્યું હતું.

બાબાના નિવેદનને વખોડિયે છીએ
ડો. જીગ્નેશ ગાગડીયા (JDU પ્રમુખ સુરત) એ જણાવ્યું હતું કે, બાબા રામદેવે જે નિવેદન આપ્યું છે. એનો વિરુદ્ધ કરીએ છે. એલોપેથી દવાથી લાખોના જીવ ગયા છે. એ નિવેદનને વખોડી કાઢીએ છીએ. રામદેવ બાબાના લાખો ફોલોઓર છે આવા મેસેજથી લોકોમાં ખોટો ભ્રમ ઉભો થશે. જે લોકોએ વેકસિનના બે ડોઝ લીધા છે. એ લોકોના પણ જીવ ગયા છે. ડૉક્ટર પાસે જવાથી એલોપેથી દવા લેવાથી જીવ જશે. એલોપેથી અને વેક્સિનને લઈ આવા નિવેદનથી લોકોમાં એલોપેથી-વેક્સિનને લઈ નકારાત્મક વિચાર ઉભા થશે. હાલ વેક્સિનને લઈ લોકોમાં જાગૃતતા લાવવાનો સમય છે. જો બાબા રામદેવ સામે કોઈ લીગલ પગલાં ન ભરાય તો આગામી દિવસોમાં એસો. જે નક્કી કરશે અમે એમની સાથે રહી બાબા રામદેવ વિરુદ્ધ ની કાર્યવાહી કરીશું.