તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:"IAS, IPSના ધોરણે ઈન્ડિયન એજ્યુકેશન સર્વિસ બનાવાશે'

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી શિક્ષણ નિતી હેઠળ દરેક રાજ્યમાં IPS, IASના ધોરણે ઈન્ડિયન એજ્યુકેશન સર્વિસિસ બનાવાશે. જેમાં પ્રોફેસરોને ટ્રેનિંગ આપવામાં આવશે. જેના કારણે પ્રોફેસરોની નિમણુકનો સમય બચશે. અને યુનિવર્સિંટીની જરૂરિયાત પ્રમાણે પ્રોફેસરો પણ મળી શકશે. નવી શિક્ષણ નિતીમાં અભ્યાસક્રમને ગોઠણપટયું બનાવવાને બદલે રચનાત્મક, વૈજ્ઞાનિક અભિગમ, બહુભાષીવાદ, ડિજિટલ સાક્ષરતા, નિતિ શાસ્ત્ર, સમસ્યાઓનું નિરાકરણ જેવા 21મી સદીના કૌશલ્યને પ્રોત્સાહિત કરવા પર ભાર મુકાયો છે.

જો 1 શિક્ષક 30 વિદ્યાર્થીઓને ભણાવશે તો દરેક શહેરોમાં હાલના કરતા ડબલ સ્કુલો ખોલવી પડશે. ઓવર ઓલ આ બધાને કારણે ધંધાકીય શિક્ષણ બંધ થઈ જશે. નવી શિક્ષણ નિતીને અમલમાં આવતા ઓછામાં ઓછાં બે વર્ષનો સમય લાગશે. જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ શાહ આર્ટસ એન્ડ એચ.પી દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા નવી શિક્ષણ નિતી વિષય પર વેબિનાર યોજાયો હતો. જેમાં VNSGUના પૂર્વ કુલપતિ ડો.રમેશ કોઠારીએ આ વાત જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...