પોલિટિકલ:‘ભારત- બાંગ્લાદેશ વચ્ચેના સબંધો વધુ મજબૂત થયા છે’

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેખ હસીનાના પ્રવાસ પર મંત્રી જરદોશનું નિવેદન

શેખ હસીનાના ભારત પ્રવાસ પર કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે પ્રતિક્રિયા આપી હતી જણાવ્યું હતું કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના ત્રણ દિવસીય ભારત પ્રવાસ દરમિયાન ભારત-બાંગ્લાદેશ સંબંધને લગતા દરેક વિષયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસીના અને ભારતીય તેમજ બાંગ્લાદેશના પ્રતિનિધિ મંડળ વચ્ચે ચર્ચા વિચારણા થઈ જેને કારણે ભારત અને બાંગ્લાદેશ એકબીજાની વધુ નજીક આવ્યા છે તેમજ બંન્નેના સબંધોમાં સુધાર થયો છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને દિલ્હી થી વિદાય આપતા દર્શના જરદોશે આશવાદ વ્યક્ત કર્યો હતો.તેમણે ભારત તરફથી શેખ હસીનાને યાદગીરી રૂપે ભેટ પણ આપી. ભારત સરકાર અને ભારતના નાગરિકો વતી શેખ હસીનાનુ સ્વાગત પણ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...