તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:આજથી ઈન-સર્વિસ તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પડતર માંગને લઈ સરકાર દ્વારા ખાત્રી આપ્યા બાદ પણ ઉકેલ ન આવતા ઈન-સર્વિસ તબીબો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી રહ્યા છે. ઈન-સર્વિસ તબીબોની હડતાળને પગલે પોસ્ટમોર્ટમ તેમજ સર્ટીફિકેટ સહિતની કામગીરી પ્રભાવિત થશે. જોકે આ માટે સિવિલ હોસ્પિટલના વહિવટી તંત્ર દ્વારા મેડિકલ ઓફિસરની જગ્યાએ પોસ્ટમોર્ટમની કામગીરી ફોરેન્સીક વિભાગના તબીબો પાસે અને અન્ય કામગીરી ટ્યુટરો પાસે કરાવાશે.

ઈન-સર્વિસ તબીબોને કેન્દ્રના સાતમાં પગાર પંચ મુજબ એન.પી.એ. આપવુ અને એન.પી.એ.ને પગાર ગણી તમામ લાભો અેન.પી.એ. પર આપવા. કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીઓને વેતન, અનુસ્નાતક અભ્યાસ માટે 25 ટકા અનામત બેઠકો અને ખાલી જગ્યાઓ પર સમયસર બઢતી સહિતની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...