તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:RSS વિરૂદ્ધ સોશિયલ મીડિયોના પેજ પર અભદ્ર ટીપ્પણી, કામરેજમાં કાર્યકરોએ વિધર્મી યુવકો સામે ફરિયાદ નોંધાવી

સુરતએક મહિનો પહેલા
સોશિયલ મીડિયામાં કરાયેલી અભદ્ર પોસ્ટને લઈને પોલીસ ફરિયાદ કરાઈ છે.
  • પાસોદરા વિસ્તારમાં રહેતા સંઘના કાર્યકરોએ અભદ્ર ટીપ્પણી કરનાર સામે પોલીસ કેસ કર્યો

હાલ ખેડૂત આંદોલનના કારણે સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ ટીપ્પણી કરતાં હોય છે. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિરૂદ્ધ ટીપ્પણી કરનાર બે વિધર્મી યુવકો સામે સંઘના કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંઘના કાર્યકરોએ અભદ્ર ટીપ્પણી કરનારના નામ જોગ ફરિયાદ દાખલ કરાવી છે.
સંઘના કાર્યકરોએ અભદ્ર ટીપ્પણી કરનારના નામ જોગ ફરિયાદ દાખલ કરાવી છે.

સંઘ વિરૂદ્ધ અભદ્ર પોસ્ટ કરાયેલી
યે સંઘી કિસાનો કે નહીં બલાત્કારિયોં કે સમર્થક હોતે હૈ..એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં થયેલી હોવાનું સંઘના કાર્યકરોને જાણ થઈ હતી. જેથી તેમણે અન્ય સંઘના માણસો અને કાર્યકરો સાથે ચર્ચા કરીને પોસ્ટ કરનારનું એકાઉન્ટ ચેક કરતાં તેમના એકાઉન્ટમાં અસંખ્ય પોસ્ટ સંઘ વિરૂધ્ધની જોવા મળી હતી. જેથી સંઘના કાર્યકરોએ પોસ્ટ કરનારને પોસ્ટ હટાવવા તથા તેમના વિરુધ્ધ પોસ્ટ કરી તો ત્યાં પણ અભદ્ર લખાણ સાથેની કોમેન્ટ કરવામાં આવી હતી.

પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ગુનો દાખલ કર્યો
સંઘના કાર્યકરોએ અભદ્ર ટીપ્પણી કરનાર તોફીક સીદીકી તેમજ સલીમ સીદીકી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં એક ઈસમ બારડોલીનો અને એક દાહોદનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ બન્ને તથા અન્ય તપાસમાં નીકળે તેમની સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી વિપુલ પટેલે જણાવ્યુ કે, સંઘ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલો છે. દેશના ઉત્થાનનું કામ કરેછે જ્યારે સંઘને બદનામ કરનાર સામે ફરિયાદ આપી છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો