રાહત:સેનિટાઈઝરની માંગ વધતાં આલ્કોહોલ લાયસન્સ વગર ખરીદવાની મંજૂરી મળી 

સુરત 2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાર્મા સેકટરમાં પહેલા ઉત્પાદકો માટે લાઈસન્સ જરૂરી હતું

કોરોનાના સંક્રમણ વચ્ચે ઘરે-ઘરે સેનિટાઈઝરની ડિમાન્ડ ઉભી થઈ ગઈ છે. આ સાથે જ સેનિટાઈઝર ઉત્પાદકોની સંખ્ય પણ વધી ગઈ છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોહીબીશન લાયસન્સ વગર ફાર્મા સેક્ટરમાં વપરાતું યુએસપી ગ્રેડ આલ્કોહોલ ખરીદવા મંજુરી આપી દેવાઇ છે. 
શહેરમાં સેનિટાઈઝર ઉત્પાદકોની સંખ્યા વધી રહી છે. આવા સમયે સરકાર કોરોનાનું સંક્રમણ ઓછું થાય તે માટે તમામ પગલાં લઈ રહી છે. જોકે, આ મુસીબતના સમયે પણ કેટલાક તક સાધુઓ સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. લોકડાઉન જાહેર થયુ તે પૂર્વે ફાર્મા સેક્ટરમાં અથવા તો સેનિટાઈઝર ઉત્પાદકો દ્વારા ઉત્પાદન માટે જરૂર પડતું આલ્કોહોલ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ અનિવાર્ય બનતું હતું. જોકે, કોરોનાની સંક્રમણની વિકટ જણાતી સ્થિતિને પગલે ઘણાં સેનિટાઈઝર ઉત્પાદકો માટે સરકારે પ્રોહીબીશનની લાયસન્સ અનિવાર્ય કરી દીધું છે. જેના કારણે શહેરની વિવિધ સુગર ફેક્ટરીઓ અને ડિસ્ટીલરીઓ પાસેથી એફડીએ લાયસન્સ બતાવીને આલ્કોહોલ ખરીદવાની ડિમાન્ડ વધી ગઈ છે.  જે વધુ પડતું જોખમી સ્થિતિ સર્જી શકે છે. ઓનલાઈન એપ્લિકેશન કરીને પણ ડુપ્લીકેટ એફડીએ લાયસન્સના નામે પણ ઘણી કંપનીઓ સેનિટાઈઝરના નામે આલ્કોહોલની ડિમાન્ડ કરતી હોવાનું સામે આવ્યુ છે. 
સરળ કરેલા નિયમો સરકાર કડક કરે તે હિતાવહ 
આ અંગે શહેરની ડિસ્ટીલરી સંચાલકોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે, ફાર્મા સેક્ટરમાં વપરાતું આલ્કોહોલ માટે સરકાર દ્વારા જે હાલ મર્યાદિત સમય માટે છુટછાટ આપવામાં આવી છે. તે અંગે સરકારે ફરીથી નિયમો કડક કરવાની આવશ્યકતા છે. એફડીએની સાથો-સાથ પ્રોહીબેશન લાયસન્સ પણ ફરજિયાત કરી દેવું જોઈએ. જેમણે નજીકના દિવસમાં જ એફડીએનું રજિસ્ટ્રેશન લીધું હોઈ તેવા લોકોને અમે આલ્કોહોલ સપ્લાય કરી રહ્યા નથી. જે ફાર્મા સેક્ટરમાં આલ્કોહોલ વપરાય છે તેમાં ડિનેચર નામનું દ્વવ્ય ઉમેરવામાં આવ્યું છે. તેનો મિસયુઝ નહીં થાય તેને પગલે અમે અમારી રીતે કાળજી રાખી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...