કોરોના સુરત LIVE:વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ વધારી દેવાયા, આજે 190 સેન્ટર પર રસીકરણ હાથ ધરાશે

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 33 થઈ

સુરતમાં તહેવારો બાદ કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.શાળાઓ ખુલતાં વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ વધારી દેવાયા છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. ગત રોજ 3 કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો વધીને 1,44,013 થયો છે. મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ રસી લીધી હોય તેને જ પ્રવેશ આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આજે 187 સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 14401૩ થઈ
શહેરમાં 2 અને જિલ્લામાં 1 કેસ સાથે શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના વધુ ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 14401૩ થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. ગત રોજ શહેરમાંથી 4 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141864 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 33 થઈ છે.

રસીકરણની ઝડપી કામગીરી યથાવત
શહેરમાં પ્રથમ ડોઝ માટે 32 સેન્ટર પર જ જ્યારે 136 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 8 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 9 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 187 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.