તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Testing Operations Increased In Surat, Corporation Vigilant In View Of Second Wave Even Though Conditions Are Under Control

સતર્કતા:સુરતમાં ટેસ્ટિંગ કામગીરીમાં વધારો કરાયો, સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવા છતાં ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન સતર્ક

સુરત3 મહિનો પહેલા
ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ બંધ રહેતા હાલ સંક્રમણનો ફેલાવો પણ ઓછો થયો છે.
  • કોમર્શિયલ વિસ્તારની અંદર ટેસ્ટિંગ વધારવામાં આવ્યું

સુરત શહેરમાં કોરોના સંક્રમણ ધીરે ધીરે નિયંત્રણમાં આવી રહ્યું છે. મિની લોકડાઉન જેવી સ્થિતિના કારણે લોકોની અવરજવર ઓછી થતાં સંક્રમણનું પ્રમાણ ઘટતું હોય એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સુરતની ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ બંધ રહેતા હાલ સંક્રમણનો ફેલાવો પણ ઓછો થયો છે. બીજા તબક્કામાં એપ્રિલ માસમાં સુરત શહેરની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ હતી તેના કારણે મુશ્કેલીમાં વધારો થયો હતો.

રોજ 30000 કરતાં વધુ લોકોના ટેસ્ટિંગ
કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં સ્થિતિ વણસે નહીં તે પૂર્વે જ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં ટેસ્ટિંગની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેથી કરીને ત્રીજી લહેરમાં લોકો વધુ કોરોનાગ્રસ્ત ન થાય. શરૂઆતમાં કોર્પોરેશન દ્વારા રોજના 15000 ટેસ્ટ કર્યા હતા. આજે રોજના 30000 કરતાં વધુ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને સંક્રમિત વ્યક્તિઓની ઓળખ કરી લેવાની તેમજ સંક્રમણ તેમના થકી ન ફેલાય તેના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્ર ટેસ્ટિંગની કામગીરી યથાવત રાખવા માટે કામ કરી રહ્યું છે. અલગ અલગ ટીમ બનાવીને વિશેષ કરીને કોમર્શિયલ વિસ્તારની અંદર ટેસ્ટિંગ વધુ કરવામાં આવી રહ્યું છે.

સંક્રમિત વ્યક્તિઓની ઓળખ કરી લેવાની તેમજ સંક્રમણ તેમના થકી ન ફેલાય તેના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
સંક્રમિત વ્યક્તિઓની ઓળખ કરી લેવાની તેમજ સંક્રમણ તેમના થકી ન ફેલાય તેના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ થશે
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, ભલે કોરોના પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે પરંતુ ત્રીજી લહેર આવવાની શક્યતાને ધ્યાનમાં રાખતા અત્યારથી જ સંક્રમણ નિયંત્રણ રાખવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ મે વોર રૂમની પણ મુલાકાત લીધી હતી ત્યાં તમામ કર્મચારીઓ અને આગામી દિવસોની અંદર કરવામાં આવનારી કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. ધન્વંતરી રથ અને સંજીવની રથના માધ્યમથી અમે લોકોના ઘરે ઘરે પહોંચવાની તૈયારી કરી છે. જે લોકો સંક્રમિત હશે તેમને સતત સંપર્કમાં રાખવામાં આવશે તેમજ જે વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસ નોંધાશે તે વિસ્તારમાં યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ માટે કામ કરીશું.

કોરોના સંક્રમણના કેસ નોંધાશે તે વિસ્તારમાં યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ માટે કામ કરાશે.
કોરોના સંક્રમણના કેસ નોંધાશે તે વિસ્તારમાં યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ માટે કામ કરાશે.