શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતીએ યથાવત છે. સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 74 કેસ નોંધાયા હતા. શહેરમાં 49 અને જિલ્લામાં 23 મળી શહેર-જિલ્લામાં 72 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 558 થઈ છે. જૈ પૈકી 10 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
72 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 36 અને જિલ્લામાં 38 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 74 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના ઝિટિવ કેસની કુલ સંખ્યા 209107 થઈ છે. શહેરમાં 49 અને જિલ્લામાં 23 મળી શહેર-જિલ્લામાં 72 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 206308 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.
એક્ટિવ કેસની સંખ્યા 558 થઈ
સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં વધારાના કારણે એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં 317 અને જિલ્લામાં 241 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 558 થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.