ભાસ્કર ફોલોઅપ:‘LLM, બિઝનેસ લો સહિતની સીટ વધારો’

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિને આવેદન આપી સેનેટ સભ્યની રજૂઆત
  • ગ્રાન્ટેડમાં 75 અને સેલ્ફ ફાઇનાન્સમાં 63 સીટ કરો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એલએલએમની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના ધસારાને ધ્યાને લઇને એલએલએમમાં સીટો વધારવા સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિને આવેદન આપી રજુઆત કરી છે. આ આવેદન પત્રમાં તેમણે જણાવ્યું હતુંકે, યુનિવર્સિટીમાં ચાલતા સેલ્ફ ફાયનાન્સ એલએલએમના વિષયમાં ૬૩ પ્રમાણે સીટો ફાળવવામાં આવી છે. જ્યારે ગ્રાન્ટેડ કોલેજમાં ૫૦ પ્રમાણે સીટો ફાળવવામાં આવી છે. હાલમાં સુરત, ભરૂચ અને વલસાડમાં લો કોલેજમાં ગ્રાન્ટેડ એલએલએમના સેન્ટરો ચાલે છે.

ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળે તે માટે આ કોલેજોમાં ૫૦ સીટોને વધારીને ૭૫ પ્રમાણે સીટ વધારવા અને સેલ્ફ ફાઇનાન્સ ૬૩ સીટો રાખવા માટેની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં જ યુનિવર્સિટીએ એલએલબીના પરિણામમાં સુધારો કર્યો હોવાથી એલએલએમ માં બેચ-૧માં પ્રવેશ માટેની તક આપવામાં આવી ન હોય તેવા વિદ્યાર્થીઓને તક આપવા માટેની માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...