વાલીઓ પર આર્થિક બોજો:CNG તેમજ વીમો મોંઘા થતાં સ્કૂલ વાનનાં ભાડાંમાં 300 સુધીનો વધારો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની 10 હજારથી વધુ સ્કૂલ વાનમાં નવા ભાડાં લાગું
  • 800થી 1100નું માસિક ભાડું 1000થી 1500 કરાયું

સીએનજી અને પેટ્રોલના ભાવોમાં વધારો થવાની સાથે જ ગાડીઓના વીમો અને સ્પેરપાર્ટ્સના ભાવોમાં પણ વધારો થયો છે. જેથી સ્કૂલ વાનના ભાડમાં રૂ. 200થી 300 સુધીનો વધારો થયો છે. જેથી વાલીઓ પર આર્થિક બોજો પડશે. શહેરમાં 10000થી વધારે સ્કૂલ વાન કાર્યરત છે અને છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારી હોવાથી કોઇ પણ પ્રકારનો વધારો કરી શકાયો નથી. તેવામાં જ પેટ્રોલ અને ડીઝલની સાથે સીએનજીના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. એ સાથે જ વીમો, એન્જિન ઓઇલ અને સ્પેરપાર્ટ્સના ભાવો પણ વધ્યા છે.

આમ આ બાબતોથી સ્કૂલ વાનના ભાડા વધારવાની ફર જ પડી છે. પહેલા 5થી 15 કિ.મી. સુધીનું સ્કૂલ વાનનું માસિક ભાડું રૂ. 800થી 1100 સુધીનું હતું. પણ હવે રૂ. 1000થી 1500 સુધીનું થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં સ્કૂલ વાનનું ભાડું કિમી દીઠ નહીં પણ ઉચક લેવાય છે.

સરકાર રાહત આપશે તો ભાડું ઘટાડીશું
સરકાર કોઇ રાહત આપશે તો અમે ભાડાં ઘટાડી વાલીઓને રાહત આપી શકીશું. કોવિડમાં સ્કૂલો બંધ રહેતા વાનના હપ્તા ભરી શકાયા ન હતા અને બેંકે વાહનો જપ્ત કર્યા છે. સાથે ઘણાએ પરિવારના ભરણ પોષણ માટે વાન વેચવાની નોબત આવી છે. > ભરત શાહ, પ્રમુખ, સ્કૂલ વાન એસોસિએશન

​​​​​​​સ્કૂલવાનનાં ભાડાંમાં આ ફેરફાર કરાયા
​​​​​​​

કિલોમીટરપહેલાહવે
00.01થી 05.00`800`1000
05.01થી 10.00`1000`1200
10.01થી 15.00`1200`1500

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...