તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકભાજીનો જથ્થો પૂરો પાડવા એપીએમસીનું આશ્વાસન છતાં બટાકા, કાંદા, રીંગણના દરમાં 25 થી 50%નો વધારો

અફવાથી બચોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોનાને કારણે શાકભાજીવાળાએ ભાવ વઘારી દીધા - Divya Bhaskar
કોરોનાને કારણે શાકભાજીવાળાએ ભાવ વઘારી દીધા
  • કોરોનાના ભયના કારણે રિટેઇલ વિક્રેતાઓએ શાકભાજીના ભાવ વધારી દીધા

સુરતઃ એપીએમસી દ્વારા શાકભાજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપવા આશ્વાસન છતાં શાકભાજીના દરમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. ગુરૂવારે સુરતમાંથી કોરોનાનો પોઝિટીવ કેસ ડિટેક્ટ થતાં શહેરીજનોએ જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે દોડ મુકી હતી. જેના કારણે અનાજ-કરિયાણના સ્ટોર્સ સહિત શોપિંગ મોલ્સમાં પણ ભીડ જોવા મળી હતી. 

અનાજનો પુરતો સ્ટોક છે, ડરવાની જરૂર નથી
કોરોના ઈફેક્ટના કારણે ભલે પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્રથી આવતા અનાજના ટ્રક અટક્યા છે. જોકે, સુરતના તમામ વેપારીઓ પાસે અનાજનો પુરતો સ્ટોક છે તેમ છતાં લોકોમાં ભય છે એટલે જે રોજ કરતા બમણું વેચાણ છેલ્લા 3 થી 4 દિવસથી શરૂ થઈ ચૂક્યુ છે. કોઈ ભાવ વધારો થયો નથી. - ઝવેરીલાલ જૈન, પ્રમુખ, અનાજ-કઠોળ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...