શું સુરત રેપ કેપિટલ બન્યું?:શહેરમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મના બનાવોમાં વધારો, માસૂમો સાથેની હેવાનિયતની હદ વટાવતા પાંચ બનાવ

સુરત2 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી
  • કૉપી લિંક
શહેરમાં દિન-પ્રતિદિન બાળકીઓ સાથેના દુષ્કર્મના કેસમાં વધારો થયો છે.(પ્રતીકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
શહેરમાં દિન-પ્રતિદિન બાળકીઓ સાથેના દુષ્કર્મના કેસમાં વધારો થયો છે.(પ્રતીકાત્મક ફાઈલ તસવીર)
  • શહેરમાં નવા વર્ષના પ્રારંભે પણ દુષ્કર્મનો સિલસિલો યથાવત્ રહ્યો છે

માસૂમ બાળકીઓ સાથેના દુષ્કર્મની ઘટનાઓમાં છેલ્લા ઘણા સમયથી વધારો થયો છે. ત્યારે સોનાની મૂરત ગણાતા સુરત શહેરમાં નવા વર્ષના આરંભે જ માસૂમ બાળકીઓ સાથે પિશાચી કૃત્યની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પાંડેસરાના વડોદ ગામે અર્ટી વર્ષની બાળાને પડોશી ગુજ્જુ યાદવ ઝાડી ઝાંખરમાં ઉપાડી ગયો હતો. અહીં બાળકીને હવસનો શિકાર બનાવી હત્યા કરી દીધી હતી. બીજા દિવસે વરાછાના બરોડા પ્રિસ્તેજના જાહેર શૌચાલયમાં 11 વર્ષની બાળકી સાથે શૌચાલાયમાં જ બળાત્કાર ગુજારાયો હતો. ત્રીજા દિવસે માનદરવાજા ખાતે સગા બાપે 14 વર્ષની પુત્રી ઉપર રેપ કરી 13 વર્ષીય પુત્રીની પણ છેડતી કરી હતી. જો કે દુષ્કર્મના બનાવોને અટકાવવા પોલીસ અને ન્યાયંતંત્ર પણ સ્ફૂર્તિ બતાવી રહ્યું છે. જેમાં ચાર વર્ષની બાળકીના કેસમાં ત્વરિત કહી શકાય તેમ 29 દિવસમાં આરોપીને આકરી સજા ફટકારાઈ છે.

કેસ-1 લિંબાયત 2018.. રેપ વિથ મર્ડર કેસ..
આ કેસમાં 19 દિવસમાં કરી ચાર્જશીટ, હેવાનને ફાંસીની સજા ઓક્ટોબર 2018માં લિંબાયતમાં 3 વર્ષની માસૂમ બાળા પર પડોશી યુવકે પોતાના ઘરમાં જ પાશવી બળાત્કાર ગુજાર્યા બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશ કોથળામાં ભરી છૂપાવી દીધી હતી. પોલીસે આરોપીને પકડી માત્ર 19 દિવસમાં જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી હતી. કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.

કેસ-2 ડિંડોલી 2018...દુષ્કર્મની ઘટના..35 દિવસમાં ચાર્જશીટ, નરાધમને આજીવન કેદ
30 સપ્ટેમ્બર- 2018માં ડિંડોલીમાં માસૂમ બાળાને નરપિશાચે એ હદે પીંખી નાંખી હતી કે 6 માસ સુધી સારવાર લેવી પડી હતી. 9 ઓપરેશન કરવા સાથે 200થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. હાલ બાળકી તો સ્વસ્થ છે પણ પરિવાર આઘાતમાંથી બહાર નથી આવ્યો. આ કેસમાં પોલીસે 35 દિવસમાં ચાર્જશીટ કરી હતી. હવસખોરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

કેસ-3 ડિંડોલી 2018... દુષ્કર્મ
2018માં 30મી સપ્ટેમ્બરે બાળકી સાથે દુષ્કર્મ આ બીજી ઘટના હતી. પોલીસ તપાસમાં બાળકી પર સગા ભાઇએ દુષ્કર્મ કર્યુ હતુ. સગીરે મધરાત્રે શૌચક્રિયા માટે જતી નાની બહેનને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસે ૩31 દિવસમાં ચાર્જશીટ કરી હતી. કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર આરોપીને 10 માસ સ્પેશિયલ હોમમાં રાખી ચાર માસ સુધી વૃદ્ધાશ્રમમાં સેવા કરવાનો આદેશ કર્યો હતો.

કેસ-4 હજીરા 2020... રેપ વિથ મર્ડર...
હજીરામાં 4 વર્ષની બાળાને નજીકની જ કંપનીમાં કામ કરતો સુજીત નામનો નરાધમ ઉપાડી ગયો હતો. બાળકી સાથે બળાત્કાર બાદ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કરાયું હતુ. ત્યારબાદ બાળકીને માથાના ભાગે ઇંટ મારવા સાથે ગળું દબાવી હત્યા કરી દેવાઇ હતી. ચકચારી આ ઘટનામાં પોલીસે 40 દિવસમાં ચાર્જશીટ કરી હતી. આ કેસમાં હાલ અન્ડર ટ્રાયલ છે.

કેસ-5 પાંડેસરા 2020 રેપ વિથ મર્ડર
ડિસેમ્બર 2020માં પાંડેસરાના પ્રેમનગરમાં 10 વર્ષની બાળકીને દિનેશ બેંસાણ નામનો હેવાન વડાપાઉ ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. બાળકીને અવાવરૂ જગ્યાએ ઝાડી-ઝાખરમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીએ પ્રતિકાર કર્યો તો નરાધમે ઇંટ મારી બાળકીને કાયમ માટે શાંત કરી દીધી હતી. રેપ વિથ મર્ડરનો આ ચકચારી કેસ હાલ અન્ડર ટ્રાયલ છે.

માસૂમો સાથેના રેપના બનાવો વર્ષ મુજબ

અન્ય સમાચારો પણ છે...