આરોગ્ય વિભાગ સક્રિય:સુરતમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો, આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 27 અને મેલેરિયાના 95 કેસ નોંધાયા

Surat20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક. - Divya Bhaskar
ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક.

સુરત શહેરનો આરોગ્ય વિભાગ ફરી એક વખત હરકતમાં આવી ગયું છે. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાઓના કેસમાં ગત વર્ષની સરખામણીએ વધારો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા હવે કામગીરી વધારી છે. એટલું જ નહીં પરંતુ ગણપતિ વિસર્જન બાદ કોરોના પોઝિટિવ કેસો પણ વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 27 અને મેલેરિયાના 95 કેસ નોંધાયા છે.

ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધ્યા
મેલેરિયા, તાવ, કોરોના સહિતના કેસો વધ્યા છે. ડેન્ગ્યુના ગત વર્ષે 63 અને આ વર્ષે અત્યાર સુધી 27 કેસ નોંધાયા છે. મેલેરિયાના ગત વર્ષે 110 અને આ વર્ષે અત્યાર સુધીમાં 95 કેસ નોંધાયા છે. જેને માટે ફોગિંગની કામગીરી માટે પણ વધારાના સ્ટાફને મદદ લેવાઈ રહી છે. આરોગ્ય વિભાગના 500 કર્મચારીઓ સહિત અલગ અલગ ઝોનમાં મચ્છરોની તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. સતત સર્વે કરવામાં આવે છે અને રહીશોને મચ્છરો ન થાય તેના માટેની ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે.

વિસર્જન બાદ કોરોના પોઝિટિવ ની સંખ્યામાં વધારો
મનપાના ડેપ્યુટી કમિશનર આશિષના નાયકે જણાવ્યું કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા હતા. વિશેષ કરીને ગણપતિ વિસર્જન પ્રક્રિયા બાદ ટેસ્ટીંગ દરમિયાન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. લિંબાયત, વરાછા-એ સહિતના ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. ગણપતિ ઉત્સવ દરમિયાન પણ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. અમે લોકોને અપીલ કરીએ છે કે વેક્સિનને લઈને જે ઉદાસીન માહોલ છે તે ન હોવો જોઈએ. પોતાની સુરક્ષા માટે પ્રિકોશન ડોઝ લેવા જરૂરી છે. વધુમાં વધુ લોકો પ્રિકોશન ડોઝ લે તે હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...