તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:સુરતના અઠવા-રાંદેરમાં કોરોના કેસમાં વધારો, પાલિકા અને પોલીસ સંયુક્ત રીતે લોકોને કોરોના અંગે જાગૃત કરે છે

સુરત4 મહિનો પહેલા
લોકોને પોલીસ અને પાલિકા દ્વારા કોરોના ગાઈડલાઈનની માહિતી પણ આપવામાં આવે છે. - Divya Bhaskar
લોકોને પોલીસ અને પાલિકા દ્વારા કોરોના ગાઈડલાઈનની માહિતી પણ આપવામાં આવે છે.
  • માસ્ક વગર દેખાનાર લોકોને દંડ પણ કરવામાં આવ્યો

સુરતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જયારે શહેરમાં કુલ કેસોની સંખ્યા 33 હજારને પાર થઇ ગઈ છે. રોજ 200 વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં અઠવા અને રાંદેર વિસ્તારમાં વધુ કેસો આવી રહ્યા છે. જેથી પાલિકા અને પોલીસ સંયુક્ત રીતે લોકોને કોરોના અંગે જાગૃત કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

લોકોને માસ્ક પહેરવા માટે જરૂરી બાબતે કાળજી લેવા પણ જણાવવામાં આવ્યું
વધી રહેલા કેસોને કાબૂમાં લેવા માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં કોરોનાની સાવચેતી માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં રાંદેર ઝોન દ્વારા રાંદેર-અડાજણ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત રીતે લોકોને કોરોના અંગે જાગૃત કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરીમાં લોકોને માસ્ક પહેરવા માટે જરૂરી બાબતે કાળજી લેવા પણ જણાવવામાં આવ્યું હતું. તેમજ માસ્ક વગર દેખાનાર લોકોને દંડ પણ કરવામાં આવ્યો હતો.

દુકાનો, શોપિંગ મોલ્સ અને કોમ્પ્લેક્ષ, મલ્ટિપ્લેક્ષ અને ખાણીપીણીની દુકાનોમાં તપાસ શરુ કરવામાં આવી.
દુકાનો, શોપિંગ મોલ્સ અને કોમ્પ્લેક્ષ, મલ્ટિપ્લેક્ષ અને ખાણીપીણીની દુકાનોમાં તપાસ શરુ કરવામાં આવી.

માત્ર દેખાવ પૂરતા જ માસ્ક પહેરતા હોય તેવું લાગે છે
લોકો કોરોનાથી સચેત રહેવાની જગ્યાએ બેદરકાર બની ગયા હોવાથી શહેરમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. જયારે કેટલાક મોલ,કોમ્પ્લેક્ષ તેમજ શીપીંગ કોમ્પ્લેક્ષ અને દુકાનોમાં હજુ પણ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. જેઓ માત્ર દેખાવ પૂરતા જ માસ્ક પહેરતા હોય તેવું લાગે છે. જયારે આવી બેદરકારી લોકો બંધ કરે અને કોરોનાથી સાચે જ સચેત રહે તે માટે રાંદેર ઝોનની ટીમ દ્વારા સ્થાનિક પોલીસ સાથે મળીને લોકોને જાગૃત કરવા માટે કામગીરી શરુ કરવામાં આવી હતી.

કોરોના ગાઈડલાઈનની પણ માહિતી આપવામાં આવી
દુકાનો, શોપિંગ મોલ્સ અને કોમ્પ્લેક્ષ, મલ્ટિપ્લેક્ષ અને ખાણીપીણીની દુકાનોમાં તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં માસ્ક વગર દેખાયેલા લોકોને દંડ કરવામાં આવ્યો હતો. તેમજ લોકોએ માસ્ક પહેરવા સમજાવવામાં આવ્યા હતા તેમજ કોરોના સામે સાવચેત રહેવા માટેની ગાઈડલાઈનની પણ માહિતી આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો