માંગ:કોલેજોમાં પહેલાં વર્ષની બેઠકો વધારોઃ સેનેટ સભ્ય

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં ધો.12ની પરીક્ષા રદ કરાઇ હતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ચાલુ વર્ષે કોરોનાને પગલે ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરીને પાછલા ધોરણના માર્ક્સને ધ્યાનમાં રાખીને પરિણામ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે. જો કે, તેને કારણે ધોરણ-12માં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જશે. પરંતુ તેની સામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટની કોલેજોની બેઠક ઓછી પડવાની સ્થિતીને લઈ યુનિવર્સિટીના સેનેટ સભ્ય કનુ ભરવાડ કોલેજોની પહેલા વર્ષની બેઠકો વધારવા માટે માંગણી કરી છે.

યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની બેઠકો વધારવાના મુદ્દે સેનેટ સભ્ય કનુ ભરવાડ જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારી જોતા ધોરણ-12માં પાછલા ધોરણના માર્ક્સને ધ્યાને રાખીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે. જેને કારણે દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની સ્નાતકની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવા આવેદનપત્રો ભરશે. આ સંજોગોમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકાય તે રીતે દરેક કોલેજોની બેઠકોમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે.’

અહીં વાત એવી છે કે 76 હજાર વિદ્યાર્થીઓ છે. જેની સામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટની બીએસસીની 10,425 બેઠકો, બીએસસી કોમ્પ્યુટર સાયન્સની 600 બેઠકો, બીકોમની 28,925 બેઠકો, બીબીએની 3,900 બેઠકો, બીસીએની 4,350 બેઠકો, બીઆરએસની 482 બેઠકો, એમએસસીઆઇટીની 162 બેઠકો, બીકોમ એલએલબીની 150 બેઠકો અને એમએ એચઆરડીની 75 બેઠક છે.

અન્ય સમાચારો પણ છે...