તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન સુરતીઓ:સાયબર ક્રાઈમમાં 300 ટકાનો વધારો, લોકોએ છેલ્લા 7 મહિનામાં ઓનલાઈન ફ્રોડમાં 3 કરોડ રૂપિયા ગુમાવ્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ માટે પોલીસ વિદ્યાર્થીઓના સહારે

સાયબર ક્રાઈમમાં સુરતીઓએ છેલ્લા 7 મહિનામાં ત્રણ કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. ગત વર્ષની સરખામણીએ 2021માં સાયબર ક્રાઈમમાં 300 ટકાનો વધારો નોંધાયો છે. 2020માં 204 કેસ નોંધાયા હતા. જ્યારે 2021ના સાત મહિનામાં જ 203 ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં મોટાભાગે મહિલા અને વૃદ્ધો વધુ ભોગ બન્યા છે. જેથી હવે સુરત શહેર પોલીસ સાયબર સંજીવની અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓના માધ્યમથી જાગૃત્તિ ફેલાવી લોકોના પૈસા બચાવવા માગે છે.

ક્યા પ્રકારે આચરવામાં આવે છે છેતરપિંડી
ઓનલાઈન છેતરપિંડી કરનાર તત્વો સ્માર્ટ હોવાથી તેઓની મોડ્સ ઓપરેન્ડીમાં કેટલાક લોકો આવી જતા હોય છે અને નાણાકીય વ્યવહાર કરી નાખતા હોય છે. આ અંગે એથિકલ હેકર જય ગાંગાણીએ જણાવ્યું હતું કે, ઠગબાજો કંપનીના ઇ-મેઇલ હેક કરી, ફોન ઉપર બેન્ક અધિકારીની ખોટી ઓળખ આપી, એટીએમ કાર્ડ ફ્રોડ, ક્રેટીડ કાર્ડ, લોટરી કાર્ડ, નોકરી ફ્રોડ, શોપીંગ ફ્રોડ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે. લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.

20 લાખ સુરતીઓને જાગૃત કરાશે
4 વર્ષ દરમિયાન શહેર પોલીસના ચોપડે સાયબર ક્રાઇમના 803 જેટલાં ગુના નોંધાયા છે. જેમાં પણ ચાલુ વર્ષના 7 માસમાં લોકોએ 3 કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે જનજાગૃતિ લાવવા એક મહિના સુધી શહેર પોલીસ વિભાગ દ્વારા ‘સાયબર સંજીવની’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો આયોજિત કરાશે. જેમાં શહેરની શાળાના 2 લાખ વિદ્યાર્થી પણ આ અભિયાનમાં જોડાઇને 20 લાખ સુરતીઓને જાગૃત કરશે.

એક મહિના સુધી અભિયાન ચલાવાશે
શહેર પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા મુજબ સાયબર ક્રાઇમ સેફ સુરત બનાવવા માટે લોકોને સાયબર ક્રાઈમની વિવિધ રીતો વિશે માહિતગાર કરવાનો લક્ષ્યાંક છે. લોકો ડિજીટલ પ્લેટફોર્મનો સલામત રીતે ઉપયોગ કરતા થાય અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને પ્રોત્સાહિત કરાશે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે એક મહિના સુધી ચાલનારા આ અભિયાન હેઠળ સાયબર અવેરનેસ કવિઝ રખાશે.

સાયબર ક્રાઇમ સેફ સુરત બનાવવા માટે લોકોને માહિતગાર કરવાનો લક્ષ્યાંકઃ પોલીસ કમિશનર અજય તોમર
સાયબર ક્રાઇમ સેફ સુરત બનાવવા માટે લોકોને માહિતગાર કરવાનો લક્ષ્યાંકઃ પોલીસ કમિશનર અજય તોમર

પોલીસ વિવિધ કેટેગરીમાં ચિત્ર સ્પર્ધા- ક્વિઝ કાર્યક્રમ યોજશે
(www.cybersanjivani.org)ના માધ્યમથી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.તેમાં 30 પ્રશ્ન હશે. ફ્લાઇંગ કલર્સ ડ્રોઈંગ સ્પર્ધામાં સાયબર સંબંધિત મેસેજની ટેગલાઈન સાથેના ડ્રોઈંગ,સ્કેચ,ચિત્ર અથવા પોસ્ટર બનાવી જાગૃતિનો પ્રયાસ શહેર પોલીસ કરી રહી છે. તેમાં ઓનલાઈન ફ્રોડ,ઓનલાઈન સેફ્ટી,સાયબર અવેરનેસ,ફેક ન્યૂઝ અને સાયબર બુલિંગ જેવા 5 વિષય છે. તે પૈકી એક વિષય પસંદ કરીને સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

સંભિવત સાયબર એટેકથી સલામત રાખવા તાલીમ વર્કશોપ
સ્પર્ધા માટે ત્રણ કેટેગરી છે.(1)સ્કુલના વિદ્યાર્થીઓ ( 8થી 16 વર્ષ)(2) કોલેજના વિદ્યાર્થીઓ (17 થી 24 વર્ષ) અને (3)અન્ય તમામ( 25વર્ષથી ઉપરના તમામ),સાયબર ફર્સ્ટ વુમેન એન્ડ ચિલ્ડ્રનમાં તેમની સલામતિ માટે વીડિયો વેબિનારનું આયોજન કરવામાં આવશે. સિકયોર વનમાં કોવિડ 19ની પરિસ્થિતિમાં લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ત્યારે તેમને ધ્યાનમાં રાખીને સિક્યોર વન વર્ક શોપનું આયોજન કર્યું છે. તેમાં વેપારી મિત્રોને ધ્યાનમાં રાખીને તેમની સંસ્થા-કંપનીને સંભિવત સાયબર એટેકથી સલામત રાખવા માટેની તાલીમનું વર્કશોપ છે.

શહેર પોલીસ વિભાગ દ્વારા ‘સાયબર સંજીવની’ અભિયાન શરૂ કરાશે.
શહેર પોલીસ વિભાગ દ્વારા ‘સાયબર સંજીવની’ અભિયાન શરૂ કરાશે.

એક વિદ્યાર્થી 10 જણાને માહિતી આપશે
આખો કાર્યક્રમ ટેક્સટાઈલ એસોસિએશન,ડાયમંડ એસોસિએશન, ચેમ્બર કોમર્સ,રીક્ષા ચાલકો અને શહેરની તમામ શાળાના બે લાખથી વધુ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓ પોતાના પરિવારના સભ્યો, પાડોશીઓ સહિત એક વિદ્યાર્થી 10 જણાને માહિતી આપશે.