દિલ્હીથી એક વિશેષ સોફ્ટવેરના આધારે દરેક શહેરના સેક્ટર વાઇઝ ટેક્સ પર નજર રાખવામા આવી રહી છે. કંયુ સેક્ટર કેટલા રૂપિયા ટેક્સ ભરતુ હતુ અને હવે કેટલું ભરી રહ્યુ છે તેની પર વોચ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને સુરતમાં ત્રણ સેકટર પર અધિકારીઓની નજર છે જેમાં કન્સ્ટ્રકશન, ડાયમંડ અને ટેક્સટાઇલનો સમાવેશ થાય છે. હાલ મળતા આકંડા મુજબ સુરત, દક્ષિણ ગુજરાત અ્ને વડોદરાના કેલાંક હિસ્સા સાથે કુલ બે હજારથી વધુ બિલ્ડરો નોંધાયેલા છે જેમાં હાલ તેઓ 100 કરોડથી ઓછો ટેક્સ ભરી રહ્યા છે.
ડિપાર્ટમેન્ટના સૂત્રો કહે છે કે, ગત વર્ષના હિસાબે આ ટેક્સ 50થી 60 ટકા જેટલો ઓછો થઈ ગયો છે. સી.એ. નિરજ બજાજ કહે છે કે કોરોના બાદ અનેક સેક્ટર ધીમે-ધીમે આગળ આવી રહ્યા છે. ખાસ કરીને આ સમયે મેડિકલ સેકટરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યુ છે. નોંધનીય છે કે સુરતમાં રૂપિયા 50 લાખથી વધુની મિલકત ખરીદીનો ફિગર રૂપિયા 6000 કરોડ સુધી જાય છે જેની પર એક ટકા લેખે 60 કરોડ જેટલો ટેક્સ આવતો હોય છે. અલબત્ત, તે ખરીદાર અ્ને વેચનાર વચ્ચેનો સોદો હોય છે.
દિલ્હીથી વિશેષ સોફ્ટવેરના આધારે દરેક શહેરોના ટેક્સ પર સેક્ટર વાઇઝ નજર
બેકરી: 377.77નો વધારો થયો
બેકરીના ધંધામાં જબરો વધારો થયો છે. જો કે, હાલ 12 જ કરદાતા છે. એક સમયે ટેક્સ 1.80 કરોડ હતો જે આજે 8.60 કરોડ થઈ ગયો છે. એટલે 377 ટકાનો વધારો છે.
પેપર્સ ઇન્ડ. : 51.82% ઘટ્યો
આ ઇન્ડસ્ટ્રીઝમાં 137 જેટલાં કરદાતા છે જેઓ 110 કરોડથી વધુનો ટેક્સ ભરે છે. તબક્કાવાર ટેકસમાં વધારો થયો છે. અગાઉ 57 કરોડ જેટલો ટેક્સ હતો.
મેડિકલ : 147.81%નો વધારો
શહેરના મેડિકલ ક્ષેત્રમાં અગાઉ 21 કરોડ જેટલો ટેક્સ હતો જે હાલ વધીને રૂપિયા 52 કરોડ સુધી થઈ ગયો છે.
મેન્યુ. સેક્ટર : 187.5% વધ્યો
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 10 કરદાતા જોડાયેલા છે. આ ક્ષેત્રમાં અગાઉ 8 કરોડ ટેક્સ આવતો હતો જે હાલ 15 કરોડ થયો છે.
કાપડ-હીરાના ડેટા અપડેટ થયા નથી
શહેરના બે પાયાના બિઝનેસ ગણાતા ડાયમંડ અને ટેક્સટાઇલ મુદ્દે આઇટી અધિકારીઓ કહે છે કે સિસ્ટમમાં હજી બંને ક્ષેત્રના ડેટા અપડેટ જ થયા નથી એટલે હાલ તે સિસ્ટમમાં દેખાતા નથી.
મુખ્ય સેક્ટરોમાં તેજી જરૂરી
એક રીતે જોઇએ તો રીઅલ એસ્ટેટની તેજીનો આધાર અન્ય ધંધા પણ છે. જેમકે ડાયમંડ અને ટેકસટાઇલમાં તેજી હશે તો આપોઆપ રીઅલ એસ્ટેટ માર્કેટ ઉંચકાશે.’ > બિરજુ શાહ, સી.એ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.