કોરોના સુરત LIVE:3 વિદ્યાર્થી, ટીચર, વેપારી, ડોક્ટર સહિતના લોકો સંક્રમિત, એક્ટિવ કેસ વધીને 574 થયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 208820 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 75 કેસ નોંધાયા હતા. શહેરમાં 46 અને જિલ્લામાં 23 મળી શહેર-જિલ્લામાં 69 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 574 થઈ છે. 3 વિદ્યાર્થી, ટીચર, વેપારી, ડોક્ટર સહિતના લોકો સંક્રમિત થયા છે.

69 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 48 અને જિલ્લામાં 27 કેસ સાથે શહેર જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 75 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 208820 થઈ છે. શનિવારે શહેરમાં 46 અને જિલ્લામાં 23 મળી શહેર-જિલ્લામાં 69 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 206005 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસની સંખ્યા વધીને 574 થઈ
જિલ્લામાં સતત વધી રહેલા કેસને પગલે એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં 345 અને જિલ્લામાં 229 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 574 થઈ છે. શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં 3 વિદ્યાર્થી, ટીચર, વેપારી, ખેડુત, ડોક્ટર, રત્નકલાકાર, ટેક્ષટાઈલ વર્કર, એડ્વોકેટ, બ્યુટી પાર્લર સંચાલક, મોબાઈલ શોપ ઓનર, બાર્બર સહિતનાઓ સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...