યાત્રા પહેલાં જ અટકાયત:સરદાર સન્માન સંકલ્પ યાત્રા શરૂ થાય તે પહેલાં બારડોલીથી PAASના અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની અટકાયત

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાસ નેતા અલ્પેશ કથીરિયાની અટકાયત કરાઈ. - Divya Bhaskar
પાસ નેતા અલ્પેશ કથીરિયાની અટકાયત કરાઈ.
 • સ્ડેડિયમને સરદાર પટેલનું ફરીથી નામ આપવા માગ કરાઈ
 • ખોડલધામ સુરતના પ્રમુખ ધાર્મિક માલવિયાની પણ અટકાયત કરાઈ

પાસના અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો દ્વારા સરદાર સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ સરદાર સન્માન સંકલ્પ યાત્રાની જાહેરાત કરાઈ હતી. આજે આ યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ બારડોલી ખાતે પાસના અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા રૂરલ પોલીસ સ્ટેશને અલ્પેશ કથિરિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ને લઈ જવાયા હતા.

સ્વરાજ આશ્રમથી યાત્રા શરૂ થાય તે પહેલા પોલીસ કાર્યવાહી
સરદાર સન્માન સંકલ્પ યાત્રા આજ રોજ બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમથી નીકળીને આવતીકાલે અમદાવાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ) ખાતે પૂર્ણ થનાર હતી. યાત્રા શરૂ થાય તે પહેલાં જ બારડોલી ખાતે ગાંધી આશ્રમથી પાસ કન્વીનર અલ્પેશ કથેરિયા સહિત 70 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. યાત્રા શરૂ થાય તે પહેલા જ બારડોલી પોલીસ દ્વારા રૂરલ પોલીસ સ્ટેશને અલ્પેશ કથિરિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને લઈ જવાયા હતા. સરદાર સન્માન યાત્રા સાથે જોડાયેલા અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

અટકાયત બાદ રૂરલ પોલીસ સ્ટેશન લઈ જવાયા.
અટકાયત બાદ રૂરલ પોલીસ સ્ટેશન લઈ જવાયા.

મોટેરા સ્ટેડિયમના બદલાયેલા નામનો વિરોધ
થોડા સમય પેહલા જ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ મોટેરાનું નવીનીકરણ થયું હતું. આ નવીનકરણ થતાં જ તેમના નામની જગ્યા પર હાલના વડાપ્રધાનના નામથી આ સ્ટેડિયમનું નામકરણ કરી દેવામાં આવ્યું હતું. દેશના લોખંડી પુરુષ શિલ્પી વિશ્વવિખ્યાત ભારતરત્ન સરદાર સાહેબ માટે અપમાનજનક બાબત છે. સરકારને કે તંત્રને વડાપ્રધાન પ્રત્યે એટલો જ આદર અને પ્રેમ હોય તો ગુજરાતના અન્ય જિલ્લામાં આનાથી પણ વિશાળ સ્ટેડિયમનું નિર્માણ કરી તેનું નામ વડાપ્રધાનના નામથી નામકરણ કરે તેનો કોઈને વિરોધ ન હોય શકે. પરંતુ જે રાષ્ટ્રપુરુષનું આ દેશની એકતા અને અખંડિતતા માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે. તેના નામથી ચાલી આવતા સ્ટેડિયમનું નવીનીકરણ કરતાં અચાનક નામકરણ કરી હયાત વડાપ્રધાનનું નામ તેની સાથે જોડી સરદાર સાહેબનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. ત્યારે ફરીથી આ સ્ટેડિયમનું નામકરણ માત્રને માત્ર સરદાર સાહેબના નામ સાથે જ જોડાયેલ રહે તેવી લોકમાંગને લઈને આ વાત સરકાર સમક્ષ પહોંચાડવાના હેતુસર આ યાત્રાનું આયોજન કરાયું છે.

અમદાવાદના સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ કરવા માગ કરાઈ.
અમદાવાદના સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ કરવા માગ કરાઈ.

યાત્રાનો આ રૂટ હતો

 • કામરેજ ચાર રસ્તા સવારે 10.30 કલાકે
 • વરાછા વિસ્તાર (સુરત)સવારે 11.00 કલાકે
 • માનગઢ ચોક (સુરત)સવારે 11.30 કલાકે
 • અંકલેશ્વર બપોરે 1.30 કલાકે
 • ભરૂચ બપોરે 2.30 કલાકે
 • કરજણબપોરે 3.00 કલાકે
 • વડોદરા બપોરે 4.00 કલાકે
 • આણંદ સાંજે 5.00 કલાકે
 • કરમસદ સાંજે 6.00 કલાકે
 • 13 જૂનને સોમવાર
 • કરમસદ 11 કલાકે પ્રસ્થાન
 • વડતાલ રોડ સવારે 11.30 કલાકે
 • નડિયાદ બપોરે 12.00 કલાકે
 • ખેડા બપોર 12.30 કલાકે
 • નારોલ ચોકડી બપોરે 1.30 કલાકે
 • રિંગ રોડ બપોરે 2.30 કલાકે
 • મોટેરા સ્ટેડીયમ (ગેટ નં.1) બપોરે 3.00 કલાકે

મોટેરા સ્ટેડિયમના બદલાયેલા નામનો વિરોધ
થોડા સમય પહેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નવીનીકરણ થયું હતું. નવીનકરણ થતાં જ તેમના નામની જગ્યા પર હાલના વડાપ્રધાનના નામથી આ સ્ટેડિયમનું નામકરણ કરી દેવામાં આવ્યું હતું. જેનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ફરીથી આ સ્ટેડિયમનું નામકરણ માત્રને માત્ર સરદારના નામ સાથે જ જોડાયેલા રહે તેવી માંગ સાથે યાત્રા કઢાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...