તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એક કૌભાંડ:સુરતની સાંઈદીપ હોસ્પિ.માંથી 800નું રેમડેસિવિર 18 હજારમાં વેચતા સંચાલક સહિત 3ની ધરપકડ, પોલીસે ડમી ગ્રાહક બની કૌભાંડ ઝડપ્યું

સુરત11 દિવસ પહેલા
હોસ્પિટલના કર્મીઓની કબૂલાતના આધારે સંચાલકની પણ ધરપકડ થઈ.
  • સાંઈદીપ હોસ્પિટલના 2 કર્મચારી ઈન્જેક્શન આપવા આવતા પકડાયા
  • કર્મચારીઓની કબૂલાતના આધારે સંચાલકની ધરપકડ, 3 સામે ગુનો નોંધાયો

રેમડેસિવિરમાં ઉપરાછાપરી કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે અણુવ્રતદ્વાર પાસે ડમી ગ્રાહક મોકલીને ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલના બે કર્મચારીઓને કુલ 8 ઇન્જેક્શનો સાથે ઝડપી લીધા હતા. સાથે પોલીસે હોસ્પિટલના સંચાલકની પણ ધરપકડ કરી હતી.

ખટોદરા પોલીસે ઓપરેશન પાર પાડી દીધું
કોઈ જગ્યાએ ઇન્જેક્શનના કાળાબજાર થાય છે તો અમુક તત્વોએ તો કુદરતનો ખોફ રાખ્યા વિના નકલી ઇન્જેક્શનો જ બનાવવાનું શરુ કરી દીધું હતું. આ દરમિયાન ખટોદરા પોલીસે પણ એક ઓપરેશન પાર પાડી દીધું હતું. પોલીસ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમયે મળેલી માહિતીને આધારે પોલીસની ટીમે પહેલા એક ડમી ગ્રાહકને ઇન્જેક્શન માટે ફોન કરાવડાવ્યો હતો અને પોલીસ અણુવ્રતદ્વાર પાસે ગોઠવાઈ ગઈ હતી. જ્યાં સુભાષ શ્રીરામસુમિરન યાદવ (રહે,ભાવિદર્શન સોસાયટી મગદલ્લા ગામ) આવ્યો હતો તેની પાસે બે ઇન્જેક્શનો હતા અને તેણે એકના 18 હજાર લેખે 36 હજાર માંગ્યા હતા. પોલીસે તેને પકડી લીધો હતો.

એક કર્મી બે અને બીજો કર્મી 6 ઈન્જેક્શન લઈને આવ્યો હતો.
એક કર્મી બે અને બીજો કર્મી 6 ઈન્જેક્શન લઈને આવ્યો હતો.

ઈન્જેક્શન લઈને આવેલા હોસ્પિટલના કર્મીને ઝડપ્યા
હકીકતમાં સુભાષ યાદવ ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલમાં નોકરી કરે છે અને તેણે બીજા કર્મચારી વિશાલ રાજુભાઈ ઉગલે પાસે વધારે માત્રામાં રેમડેસિવિર ઇન્જેક્શન છે તેમ કહ્યું હતું.જેથી પોલીસે સુભાષના ફોનથી જ વિશાલને પણ બોલાવ્યો હતો. તે બીજા છ ઇન્જેક્શન લઈને આવી ગયો હતો. પોલીસે તેને પણ ઝડપી લીધો હતો અને 8 રેમડેસિવિર ઇન્જેક્શનો કિંમત કુલ.રૂ.35 હજાર કબજે લીધા હતા.

સંચાલક જ કર્મીઓને ઈન્જેક્શન વેચવા આપતો હતો.
સંચાલક જ કર્મીઓને ઈન્જેક્શન વેચવા આપતો હતો.

હોસ્પિટલનો સંચાલક જ મુખ્ય સુત્રધાર
વધુમાં બન્નેએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે, સાંઈદીપ હોસ્પિટલના સંચાલક સૈયદ અઝમત અર્શલન આ ઇન્જેક્શનો ઊંચા ભાવે વેચવા માટે આપતો હતો. બીજી તરફ મોરબીના નકલી ઈન્જેક્શન કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે કૌશલ સહિતના આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધે તેવી શક્યતા પોલીસ સુત્રોએ વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો