પોલીસની રેડ:સુરતમાં સ્પા-મસાજના નામે ચાલતા કૂટણખાનામાંથી ચાર મહિલા સહિત પાંચની ધરપકડ

સુરત11 દિવસ પહેલા
કૂટણખાનામાંથી ચાર મહિલાઓ મળી આવી.
  • કૂટણખાનાના સંચાલકની ધરપકડ
  • મોબાઈલ અને રોકડા રૂપિયા કબજે

સુરતના અડાજણમાં ગૌરવ પથ રોડ પર આવેલ કોરલ પેલેસમાં સ્પા-મસાજના નામે ચાલતા કૂટણખાના પર પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસે ચાર મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પોલીસે ચોક્કસ બાતમી આધારે રેડ પાડી હતી.

પોલીસે બાતમી આધારે રેડ કરી
સુરત શહેરમાં સ્પા-મસાજના નામે દેહ વ્યાપારના ધંધો કરતા ઇસમોને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ક્રાઈમ બ્રાંચ પોલીસ, મિસિંગ સેલની ટીમ સહિતની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે મિસિંગ સેલના પીઆઈ જીએ પટેલ તથા તેમની ટીમના માણસોને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અડાજણ નક્ષત્ર એમ્બેસીથી ગૌરવપથ રોડ પાસે આવેલ શેવીઓન ચાર રસ્તાની સામે કોરલ પેલેસના બીજા માળે ચાલતા સ્પા-મસાજ પર રેડ પાડવામાં આવી હતી.

યુવક દુકાન ભાડે રાખી કૂટણખાનું ચલાવતો હતો.
યુવક દુકાન ભાડે રાખી કૂટણખાનું ચલાવતો હતો.

દુકાન ભાડે રાખી દેહ વ્યાપારના ધંધો ચલાવતા
દુકાન માલિક સાગર ખાને ભાડે રાખીને સંચાલક તરીકે સલામ ઉધ્ધીન ઉર્ફે સાહીદ શેખને રાખ્યો હતો. જેમાં પોલીસે સંચાલક સહિત ચાર મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી મોબાઈલ અને રોકડા રૂપિયા કબજે લીધા હતા. હાલ પોલીસે આ આરોપીઓની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.