નૂતન દીક્ષિત:સિદ્ધિયશા શ્રીજી મ.સા.ની આજે સરેલાવાડી જૈન સંઘમાં વડી દીક્ષા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

4 મહિના પહેલાં ગચ્છાધિપતિ આ.ભ.શ્રી દોલતસાગર સૂરિ મહારાજ તથા ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવ સૂરિજી આદિ 32 આચાર્ય, 200 સાધુ, 500થી વધુ સાધ્વીઓના નિશ્રામાં જૈન અગ્રણી સુરેશ શાહની દીકરી સ્તુતિબેનની દીક્ષા સાગર સમુદાયના વિનિતયશાશ્રીજી મ.સા.ના ગ્રુપમાં થઈ હતી અને 5 દિવસીય ‘સંયમ મુક્તિતિલક’ મહા મહોત્સવ થકી સ્તુતિબેનમાંથી સંયમી પ.પૂ. સાધ્વી શ્રી સિદ્ધિયશા શ્રીજી નામે નૂતન દીક્ષિત બન્યા હતા.

2 જુલાઈએ તેમની વડી દીક્ષા સરેલાવાડી જૈન સંઘના ઉપાશ્રમમાં પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી દોલતસાગર સૂરિજી આદિ સાધુ-સાધ્વીઓની નિશ્રામાં સવારે 9 કલાકે થશે.  વડી દીક્ષા એટલે પ્રભુજીની સન્મુખ ગુરૂ ભગવંતો હિંસાનો ત્યાગ, જુઠ્ઠું ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું અને કોઈપણ વસ્તુનું સંગ્રહ ન કરવા જેવા પાંચ મહાવ્રતો ઉચ્ચરાવશે. 3જીએ પૂ. સાધ્વી ભગવંતોના સંસારી નિવાસસ્થાને પ્રથમવાર પગલાં થશે.

અન્ય સમાચારો પણ છે...