તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Inauguration Of Cancer Ward And Neuro Surgery Operation Theater Of PP Savani Multispeciality Hospital In Surat By Health Minister Kishor Kanani

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:સુરતમાં આરોગ્યમંત્રી કિશોર કાનાણીના હસ્તે પી.પી.સવાણી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના અત્યાધુનિક કેન્સર વોર્ડ અને ન્યુરો સર્જરી ઓપરેશન થિયેટરનું લોકાર્પણ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિમોથેરાપીના અદ્યતન વોર્ડ અને ન્યુરો સર્જરીના અત્યાધુનિક ઓપરેશન થિયેટરનું લોકાર્પણ. - Divya Bhaskar
કિમોથેરાપીના અદ્યતન વોર્ડ અને ન્યુરો સર્જરીના અત્યાધુનિક ઓપરેશન થિયેટરનું લોકાર્પણ.
  • પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં વધુ બે આરોગ્યલક્ષી સેવાનો ઉમેરો
  • કેન્સર-કિમો થેરાપી અને અને ન્યુરો સર્જરીની સેવા શરૂ થતાં દર્દીઓને કિફાયતી અને ગુણવત્તાસભર સારવાર મળી શકશે

ઈ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતના કાપોદ્રા ખાતે સફળતાપૂર્વક કાર્યરત પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના 12મા વર્ષના મંગલ પ્રવેશ કર્યો છે. આ નિમિત્તે દર્દીઓને એક જ છત્ર હેઠળ અનુભવી ડોક્ટરો અને અત્યાધુનિક મેડિકલ સંસાધનો દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે આ હોસ્પિટલમાં કેન્સર તથા ન્યુરો સર્જરી વિભાગનો ઉમેરો કરવામાં આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીના હસ્તે કેન્સરની સારવાર માટે કિમોથેરાપીના અદ્યતન વોર્ડ અને ન્યુરો સર્જરીના અત્યાધુનિક ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરાયું હતું.

સેંકડો દર્દીઓને આર્થિક રાહત થઈ
મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, ઈ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટની વ્યાપક સેવાકીય અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં હવે વધુ એક પરિમાણનો ઉમેરો થયો છે. ઝડપથી પ્રસરી રહેલા કેન્સર જેવાં જીવલેણ રોગને પહોંચી વળવા તથા મગજના રોગો અને અકસ્માત (ટ્રોમા સેન્ટર)ની સારવાર માટે અત્યાધુનિક સાધન-સુવિધા સાથે ઓપરેશન થિયેટર તેમજ કિમોથેરાપી માટે નવા અદ્યતન વોર્ડ શરૂ થતાં દર્દીઓને કિફાયતી અને ગુણવત્તાસભર સારવાર મળી શકશે. મંત્રી કુમાર કાનાણીએ પી.પી. સવાણી હોસ્પિટલ પરિવાર અને ટ્રસ્ટને અભિનંદન પાઠવતા કહ્યું કે, હોસ્પિટલમાં મા અમૃતમ, વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને વિનામૂલ્યે સારવાર મળે છે. જેના થકી સેંકડો દર્દીઓને આર્થિક રાહત થઈ છે.

મંત્રી કુમાર કાનાણીએ પી.પી. સવાણી હોસ્પિટલ પરિવાર અને ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા.
મંત્રી કુમાર કાનાણીએ પી.પી. સવાણી હોસ્પિટલ પરિવાર અને ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા.

ડો. ઘનશ્યામની 11 વર્ષની અવિરત આરોગ્યસેવા બદલ સન્માન
સામાજિક અગ્રણી અને પી.પી. સવાણી ગ્રુપના ચેરમેન મહેશ સવાણીએ જણાવ્યું કે, ઈ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટની આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં આગવી ઓળખ છે. શ્રેષ્ઠ અને પોષણક્ષમ આરોગ્ય અને શિક્ષણસેવા આપી સમાજને શક્ય એટલા મદદરૂપ થવાનો અવિરત પ્રયાસ કરી રહ્યા છીએ. 11 વર્ષની તબીબી સેવાઓ દરમ્યાન સેવા આપનાર તમામ દાતાશ્રીઓ, સહયોગીઓ અને મેડીકલ-પેરા મેડીકલ સ્ટાફના સહિયારા પ્રયાસથી સુરતવાસીઓની સેવામાં કેન્સર અને ન્યુરો સર્જરી વિભાગ શરૂ કરી આરોગ્યસેવાની જ્યોતને વધુ તેજ બનાવવાનો પ્રયાસ કર્યો છે. મધ્યમવર્ગનાં લોકોને રાહતદરે કેન્સર અને ન્યુરો સર્જરીની સારવાર મળી રહે એ સંસ્થાનું મુખ્ય ધ્યેય છે. આ વેળાએ હોસ્પિટલની ઈ.એમ.આરોગ્ય યોજના અંતર્ગત પાંચ લાભાર્થીઓને પ્રતિકરૂપે આરોગ્ય રાહત નિધિ કાર્ડ અર્પણ કરાયા હતા. ઇ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પીપી સવાણી હોસ્પિટલના માર્ગદર્શક ડો. ઘનશ્યામભાઈની 11 વર્ષની અવિરત આરોગ્યસેવા બદલ રૂ. 11 લાખનો ચેક અર્પણ કરી સન્માન કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો