તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Inaugurating The Union Minister For Migrant Cell In Surat, Dharmendra Pradhan Said That Modi Government Is Worried About Tourists Working Anywhere.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:સુરતમાં પાલિકા દ્વારા માઈગ્રન્ટ સેલની કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શરૂઆત કરાવતાં કહ્યું, મંદબુદ્ધીના લોકો કોરોના વેક્સિનનો વિરોધ કરે છે

સુરત4 મહિનો પહેલા
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રવાસી શ્રમિકો માટે થતાં કાર્ય અંગે માહિતી આપી હતી. - Divya Bhaskar
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રવાસી શ્રમિકો માટે થતાં કાર્ય અંગે માહિતી આપી હતી.
  • પ્રવાસી શ્રમિકો માટે પણ કામ થઈ શકે તેવું મોદી સરકારે સાબિત કર્યુ-ધર્મેન્દ્ર પ્રધાન

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રવાસી શ્રમિકો માટે માઈગ્રન્ટ સેલનો શુભારંભ કર્યો છે. સિટીલાઈટ રોડ પર આવેલા સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાં હોય છે. ધર્મેન્દ્ર પ્રધાને મોદી સરકારની સફળતા અંગે જણાવતાં કહ્યું કે, આજ દિવસ સુધી પ્રવાસીઓ શ્રમિકો વિષે કોઈ ધ્યાન આપતું નહોતું. સરકાર તમામ માટે કામ કરે છે તેનો આ પૂરાવો છે. કોરોનાકાળ દરમિયાન સરકારે સ્પેશિયલ ટ્રેનો પ્રવાસી શ્રમિકો માટે શરૂ કરી અને તેમને સલામત રીતે ઘરે પહોંચાડ્યા છે. શ્રમિકો દેશમાં ક્યાંય પણ શાંતિથી પોતાનું કામ કરીને જીવન નિર્વાહ કરી શકે તેવું વાતાવરણ સરકારે ઉભું કર્યું છે.સુરત અનેક મોરચે સફળ રહ્યાનું ઉમેરતા પ્રધાને કહ્યું કે પ્લેગ હોય કે કોરો સુરત ઝડપથી બેઠું થયું છે. હાલ કોરોના સામે આપણે જીત મેળવી હોય તેમ બે રસીને વડાપ્રધાને મંજૂરી આપી છે. થોડા દિવસોમાં જ વેક્સિનને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ સુરત દ્વારા કોરોનાકાળમાં પ્રવાસી શ્રમિકો માટે થયેલા કાર્યની સરાહના કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ સુરત દ્વારા કોરોનાકાળમાં પ્રવાસી શ્રમિકો માટે થયેલા કાર્યની સરાહના કરી હતી.

કોરોનાને હરાવ્યો, રસી પહોંચાડીશું
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ તથા સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, સુરત અનેક મોરચે સફળ રહ્યું છે.સ્વચ્છતા માટે પણ સુરત દેશભરમાં જાણીતું બન્યું છે. સુરત કોઈપણ પરિસ્થતિમાંથી જલ્દી બહાર આવે છે.પીર, પ્લેગ અને હવે કોરોનામાંથી ફરી બહાર આવી રહ્યું છે. કોરોના વેક્સિન માટે પ્રધાનમંત્રીએ પરવાનગી આપી છે.કોરોનાને આપણે હરાવ્યો છે. હવે આપણે વેક્સિન પણ ઘર ઘર સુધી પહોંચડીશું તેમ વધુમાં ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મોદી સરકારે પ્રવાસી શ્રમિકો માટે ઉમદા કાર્ય કર્યું છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મોદી સરકારે પ્રવાસી શ્રમિકો માટે ઉમદા કાર્ય કર્યું છે.

શ્રમિકો માટે ચિંતા કરતી સરકાર
લોકો પોતાના માદરે વતન પહોંચ્યા હતા. કોરોના સમયમાં દેશના વિભિન્ન હિસ્સાથી લોકો પરત ફર્યા હતાં.માઇગ્રન્ટ લેવલ કેટલું મહત્વનું હતું એ કોઈ જાણતું ન હતું. સુરત માઇગ્રન્ટ લેવલ માટે બહુ જ કામ કરે છે.લોકો શાંતિથી લોકો પોતાના જીવનનો નિર્વાહ કરી શકશે આ સેન્ટર થકી.ડિજિટલ ભારત અંતર્ગત તમામ મોરચે સફળ થવાશે.પ્રવાસી મજૂરોને લાવવા માટે ફરી ટ્રેન ચલાવી શકાશે.રસી આવી જવાથી હવે ફાયદો થવાનો છે. પ્રવાસીઓને ઘર, સ્વાસ્થ્ય, રેશન કાર્ડ જોડાણ વગેરે સુવિધા મળશે.પ્રવાસી ક્યાંય પણ કામ કરે પરંતુ તેને તમામ સુવિધા મળશે તેમ ધર્મેન્દ્ર પ્રધાને ઉમેર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો