• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Admission Announcement In VNSGU As Per Double Entry, Students Who Have Passed Std. 12 Or Its Equivalent Examination Will Get Admission In First Year Of College.

પ્રવેશ પ્રક્રિયા:VNSGUમાં ડબલ એન્ટ્રી મુજબ પ્રવેશની જાહેરાત, ધોરણ 12 કે તેના સમકક્ષ પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મળશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર.
  • 24 નવેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ધોરણ 12 પાસ અથવા તેના સમક્ષ પરીક્ષા પાસ થયા હોય તો બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, બી.એસ.સી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટીની વેબસાઈટ www.vsngu.ac.in પર તારીખ 24 નવેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. પ્રવેશ અંગેની લાયકાત અને પ્રવેશ અંગેની તમામ વિગતો વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

1000 રૂપિયા વિદ્યાર્થીઓએ ભરવાના રહેશે
પ્રવેશ ઇચ્છતા ઉમેદવારોએ 200 રૂપિયા ફી ચુકવવાની હશે જે નોન રિફંડેબલ હશે અને ટોકન ફી 800 રૂપિયા ચુકવવાની રહેશે જે રિફંડેબલ છે કુલ 1000 રૂપિયા વિદ્યાર્થીઓએ ભરવાના રહેશે. વિદ્યાર્થીઓએ ફીઝ નેટબેન્કિંગ, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ તથા યુપીઆઈથી જ ભરવાના રહેશે. વિદ્યાર્થીએ પોતાના માર્કશીટ અને અન્ય પ્રમાણપત્રોની કોપી ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે. જાતિના પ્રમાણપત્ર પણ પોતાની કેટેગરી અનુસાર અપલોડ કરવાના ફરજીયાત રહેશે.

કોલેજોને મેરીટ લિસ્ટ મોકલી આપવામાં આવશે
વિદ્યાર્થી પોતાનું ફોર્મ લેપટોપથી અથવા મોબાઈલથી પણ પોતાની રીતે ભરી શકશે. કોલેજો અથવા શાળાઓમાં વિદ્યાર્થી પાસેથી રૂપિયા 50 લઈને ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી આપશે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કાર્ય વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજો હેલ્થ સેન્ટર તરીકે કાર્યરત રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમામ કોલેજોને મેરીટ લિસ્ટ મોકલી આપવામાં આવશે. કોલેજની ફાળવેલી બેઠકોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.